________________
ઇતિહાસ ]
: ૭૩ :
શ્રી શત્રુંજય
પ્રસિદ્ધ થયું છે. શ્રી પુંડરીક ગણધર તો ભરત ચકીના મેટા પુત્ર થાય છે. તેમણે શ્રી ત્રાષભદેવ પ્રભુજી પાસે પ્રથમ દીક્ષા લીધી અને પ્રથમ ગણધર બન્યા. તેમણે સવાક્રોડ શ્લોકનું શત્રુંજય માહામ્ય બનાવ્યું હતું. શત્રુંજય માહાત્મ્યના આદિ કર્તા તેઓ છે. અહીં રંગમંડપમાં રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદે રાષભદેવ પ્રભુના પાંચે કલ્યાણકના સુંદર ચિત્રા કરાવ્યાં છે. સાથે ચંદરાજા, સૂર્યકુંડ આદિ આદિને સૂચવનારા ચિત્ર ચિતરાવ્યાં છે.
મેટી ભમતી ત્રીજી પ્રદક્ષિણાની શ્રી પુંડરીકસ્વામીજીના દહેરાની ડાબી બાજુથી શરૂ થાય છે તે તીર્થ ખાતાના એરડા સુધી દહેરીઓ ૨૯, જેમાં એક દહેરી ખૂણાની દારુ ભરવાની છે એટલે બાકી દહેરી ૨૮ માં પ્રતિમાજી ૧૬૦, પગલાં જેડ ૪, ગૌતમસ્વામીજીની મૂતિ ૧ આમાં વીશીઓની પ્રતિમા એક ગણું છે. ( રથખાનાની ઓરડી પાસે દેરાસરજી શિખરબંધી છે જેમાં પ્રતિમાજી ૧૪ છે. દહેરું શ્રી કષભદેવજીનું બે બારણાવાળું છે. | ઉપલા દેરાસરથી શ્રી અષ્ટાપદજીના દેરાસર સુધી દહેરી ૨૧ ગોખલા સુધાં છે. તેમાં પ્રતિમાજી ૪૮ અને પગલાં જેડી ૧.
શ્રી ગષભદેવજીનું દેહરૂં (શ્રી સીમંધરસ્વામીનું દહેરું)
આ દેહરામાં મૂલનાયક શ્રી ઋષભદેવજી ભગવાન છે પરંતુ જનતામાં આ મંદિર “વર્તમાન કાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામિનું દેહરૂં” એ નામથી પ્રસિધ્ધ છે પરંતુ વાસ્તવિક રીતે એમ નથી આ મંદિર શ્રી ત્રાષભદેવજીનું જ છે. આ મંદિર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે એમ કહેવાય છે.
પરન્તુ અત્યારે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. તેમાં ગાદીમાં લેખ છે. લેખ નીચે આપું છું. લેખને ભાવાર્થ એટલે છે કે
સં. ૧૬૭૭માં માગશર શુદિ ૫ ને રવિવારે વૃધ્ધશાખાના, ઓસવાલ જ્ઞાતીય, અમદાવાદનિવાસી શ્રાવક ચાંપશીએ કુટુમ્બ સહિત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું અને પ્રતિષ્ઠા તપાગચ્છીય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્યના હાથે થઈ હશે પરંતુ છેલ્લું નામ નથી વંચાતું. ___संवत् १६७७ वर्षे मार्गशीर्ष शुक्ल ५ रवौ वृद्धशाखायां श्रीओसवाल ज्ञातीय अहम्मदावादवास्तव्य सा० येकर भार्या लाडकी सुत सा मानसिघ
આમાં સંક્ષેપમાં કુટુંબ પરિચય અને ૧૫૮૭માં વૈશાખ વદિ ૬ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે.
અત્યારે તે આપણી પાસે મહાપ્રભાવિક શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ શ્રી શત્રુંજય માહામ્ય વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com