________________
મી શત્રુજય
[ જેને તીર્થોને
દેહરુ છે કે જે સૂર્યકુંડના કિનારા પર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રી ઝષભદેવજીનું મંદિર મહારાજા કુમારપાલનું બંધાવેલું અને કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત છે. આ મંદિરને કુમારપાલનું મંદિર કહે છે.
વિમલવશીની જમણી બાજુમાં કેશવજી નાયકનું પંચતીથીનું મંદિર છે. બીજુ પુંડરીકસ્વામીનું મંદિર છે. આ બે મંદિરોની એક ટુંક મનાય છે. આગળ ઉપર બીજા મંદિરે પંક્તિબદ્ધ આવે છે તેમાં કપદી યક્ષની દેરી પ્રાચીન છે. ત્યાંથી આગળ અમીઝરા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બીજા પણ નાનાં ભવ્ય મંદિરની લાઈન આવે છે. આગળ ઘણે દૂર જતાં એક દિગંબરી મંદિર છે. શ્રી શ્વેતાંબર સંઘે પોતાના લઘુ ધર્મબન્ધ જેવા દિગંબરેને ધર્મધ્યાન કરવાના સાધનરૂપે જમીન આપી મંદિર બાંધવા દીધું છે. આગળ જતાં હાથીપોળના દરવાજા પાસે શત્રુંજય મહાસ્યના કર્તા શ્રી ધનેશ્વરસૂરિજીની મૂર્તિ છે. કુમારપાલના મંદિર અને હાથીપળના કિલ્લાને નાકે સૂર્યકુંડને રસ્તો છે. સૂર્યકુંડ ઘણે જ પ્રાચીન છે. આ કુંડ ઘણો જ પવિત્ર અને ચમત્કારી મનાય છે. તેની પાસે જ ભીમકુંડ છે. કિલ્લાની રાંગે ત્રીજો ભ્રમકુંડ છે, જેનું બીજું નામ ઈશ્વરકુંડ છે. સૂર્યકુંડ અને ભીમકુંડના વચ્ચેના એક ખૂણામાં એક શિવલિંગની દેરી છે જે અજૈન શિલ્પીઓ અને પૂજારીઓના પ્રભુભજન માટે રાખવામાં આવેલી છે. આ છે જૈન શ્રાવકની ઉદારતાનું દષ્ટાંત. તેમણે કેઈને પણ ધર્મ કરતાં રોક્યા નથી એટલું જ નહીં પણ અનુકૂળતા કરી આપી છે. આની વ્યવસ્થા જૈન સંઘ રાખે છે. કુમારપાલના મંદિરના ઉગમણા ભાગના પછવાડે એક વિશાલ ટાંકું છે, જેનું જલ શ્રી તીર્થપતિ રાષભદેવજીના અભિષેક માટે વપરાય છે. મટી ટુંકના જિનમંદિરોનો પરિચય
રતનપળ મોટી ટુક અર્થાત દાદાની ટુંક ' દાદા એટલે પ્રથમ જિનેશ્વર! આ અવસર્પિણીને યુગારલે-જીગલિક યુગનું પરિવર્તન કરનાર પ્રથમ પુરુષોત્તમ! પ્રથમ તીર્થંકર ! પ્રથમ દેવાધિદેવ !!
આ ટુંકમાં એક દેરાસરજી તીર્થેશ (પ્રથમ તીર્થેશ તથા શત્રુંજયતીર્થેશ) શ્રી આદીશ્વર ભગવાનનું છે. પળમાં પેસતાં એ ત્રણ માળના વિશાલ મંદિરના દર્શન થાય છે. આ દેરાસરજી એ જ શ્રી સિદ્ધાચળ તીર્થનું મુખ્ય દેહરું. મોક્ષમાર્ગના મુસાફરને વાટખચ માટેની સગવડ સારુ નાણું જમે કરાવવાની સદ્ધર પેઢી અને મેક્ષની જામીનગીરી. વર્તમાન મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની મૂતિ સેળમાં ઉદ્ધારક શેઠ કરમાશાહના સમયની સ્થાપિત છે. આ પહેલાંના ઉદ્ધારમાં તેરમો ઉદ્ધારક શ્રી જાવડશાહના સમયની મૂર્તિ વિદ્યમાન હતી. જાવડશાહના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com