________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થને શ્રી આદીશ્વર ભગવાનની ટૂંક શેઠ મોતીશાહના મંદિરમાંથી આ ટુંકમાં જવાનો રસ્તો છે, તેમજ હનુમાન દ્વારથી એક સીધે રસ્તો પણ જાય છે. ગઢ ઉપર મન્દિરના કોટના બીજા રસ્તે થઈ અહીં અવાય છે.
શત્રુંજય ગિરિરાજના બીજા શિખર ઉપર ભગવાન આદિનાથની ટુંક બની છે. ગિરિરાજ પર આ ટુંક સૌથી મોટી અને સૌથી વધુ પવિત્ર મનાય છે. આ એક જ ટુંકે આખા પર્વતનું બીજું શિખર કયું છે. આ તીર્થરાજનું આટલું મહત્તવ આ ટુંક ઉપર જ અવલંબેલું છે. તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન ઐતિહાસિક પરમ દર્શનીય મંદિર આ ટુંકના મધ્યભાગમાં છે. મેટા કોટના વિશાલ દરવાજામાંથી પ્રવેશ કરતાં આરસથી મઢેલો સુંદર રાજમાર્ગ દેખાય છે, જેની બન્ને બાજુ પંક્તિબદ્ધ સેંકડો જિનમંદિરોનાં દર્શન થાય છે. આ મંદિરો તેમની વિશાળતા, ભવ્યતા, ઉચ્ચતાના કારણે દશકનું હદય એકદમ આકર્ષે છે. આ મન્દિરનાં દર્શન કરતાં ભવ્યાત્માઓનું હૃદયકમલ વિકસિત બને છે અને મંદિરમાં બિરાજમાન જિનવરેંદ્રદેવની મૂતિઓનાં દશન-પૂજન માટે પાછળ બીજાને મેગલ દરબારમાં જવાની તક મળી છે. તીર્થો અને જૈન સંધને સંપન્નસ્વતંત્ર કરવામાં તેમને જ અસાધારણ હિસ્સો છે. એ જ સૂરિપુંગવે સં. ૧૬૫૦ માં આ મહાતીર્થને છેલ્લા ઉદ્ધારમાં પ્રતિષ્ઠા કરાવી છે, જે અદ્યાવધિ દર્શનીય અને પૂજનીય છે. સમસ્ત જૈન સંધ ત્યાં આજે પ્રભુભક્તિનો અપૂર્વ લાભ લઈ આત્મકલ્યાણ સાધે છે.
મારા આ કથનની પુષ્ટિમાં ઐતિહાસિક પ્રખર વિદ્વાન શ્રીમાન જિનવિજ્યજીના શબ્દો આપું છું જે બિસ્કુલ ઉપયુક્ત છે.
સેલહવી શતાબ્દિ કે ઉત્તરાહમેં ચિત્તોડ કી વીરભૂમીમેં કર્મસાહ નમક કર્મવીર શ્રાવક કા અવતાર હુઆ જિસને અપને ઉદગ્રવીર્યસે ઈસ તીર્થાધિરાજ કા પુનરાધાર કિયા ઇસી મહાભાગ કે પ્રયત્નસે યહ મહાતીર્થ મૂર્ણિત દશાકે ત્યાગ કર ફિર જાગ્રતાવસ્થા કે ધારણ કરને લગા ઔર દિનપ્રતિદિન અધિકાધિક ઉન્નત હોને લગા ફિર જગરુ હીરવિજ્યસૂરિકે સમુચિત સામર્થ્યને ઇસકી ઉન્નતિકી ગતિમે વિશેષ વેગ દિયા જિસકે કારણ યહ આજ જગત મેં “મન્દિર કા શહર” (The City of Temples) કહા જારહા હૈ.”
આજે શત્રુંજયના આ ભવ્ય મંદિરોને જોઈને પાશ્ચાત્ય વિદ્વાનો અને મુસાફરો પણ મુગ્ધ થાય છે. સન ૧૯૧૬માં મુંબઈના ગવર્નર લોર્ડ વિલીંગ્ડન પાલીતાણું આવ્યા હતા ત્યારે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એ જ વર્ષના તા. ૧૪ ફેબ્રુઆરીના અંકમાં સુંદર લેખ છપાય છે તેના લેખનું હેડીંગ આ પ્રમાણે છે. “The Governor's Tour in the City of Temples-મંદિરોના શહેરમાં ગવર્નરની મુસાફરી” જેમાં શત્રુંજયનું સુંદર વર્ણન છે.
(“શત્રુજ્ય તીર્થોદ્ધાર પ્રબંધ.”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com