________________
ઈતિહાસ ]
: ૬૫ :
શ્રી શત્રુંજય
મુસલમાની જમાનામાં પણ ધર્મવીર, દાનવીર શ્રીમન્ત જૈનોએ પેાતાની લાગવગ ઠંડ સૂબાએ અને પાદશાહો પાસે પહોંચાડી, તી રક્ષા કરી જીર્ણોદ્ધારા કર્યાં હતાં અને લાખા−૧કરેાડા રૂપીયા ખર્ચી લક્ષ્મીના સદુપયોગ કર્યા હતા.
૧. બાડશાહના ઉદ્દારમાં ૨૯૭૦૦૦૦૦-લગભગ ત્રણ કરાડના વ્યય થયા છે. આવી જ રીતે સાલમા કરમાશાહના ઉલ્હારમાં પણ સવા કરાડના ખર્ચા થયા છે. આ સાળ મુખ્ય ઉદ્દારા સિવાયના નાના ઉદ્દારા તા પાર વિનાના થયા છે. મહારાજા શ્રેણિક, સમ્રાટ્ સ ંપ્રતિ, આમરાળ, મહામ ત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, પેથડશાહ વગેરેનાં નામેા નાના ઉદ્દારકામાં મળે છે. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ખંભાતના તેજપાલ સાનીએ એંશી લાખ રૂપિયા ખર્ચી મૂલમંદિરના નાના ઉદ્ઘાર કરાવ્યાના લેખ છે, જેના લેખ મૂલ ગભારાના પૂર્વ દ્વારના મંડપમાં છે. એક લેખ કરમાશાહના અને બીજો લેખ તેજપાળ સાનીના છે. આ વખતે ૭૨ સંધવીએ હતા. તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂર્ચ્છિ આદિ એક હજાર સાધુસમૂહ અને બે લાખ યાત્રિકા હતા. કહે છે કે ત્યારપછી આવા મોટા સંધ નીકળ્યા નથી. તેજપાળ સાનીએ આ પ્રમાણે કામ કરાવ્યું હતું–“ આ પ્રસંગે ખંભાતના તેજપાળ સૈાનીને શત્રુંજય તીર્થના પેાતાના તરફથી જીર્ણોદ્ધાર કરાવવાના આદેશ મળ્યાથી કુશળ કારીગરાદ્વારા તેણે શ્રી ઋષભચૈત્યના જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યા. આ જિનાલય ૧૨૪૫ કુભા સાથે બાવન હાથ ઊંચુ' ચાર ચેગિની અને દસ દિગ્પાળ યુક્ત તૈયાર કરાવ્યુ. ફરતી ૭૨ દેવકુલિકાએ બંધાવી અને મૂલ પ્રાસાદનું નામ નંદીવન’ રાખ્યું જે અદ્યાવધિ પ્રસિદ્ધ છે.” શત્રુજય પ્રકાશ પુ. ૯૪
:
આ સિવાય તે વખતે, સાથે સાથે જ રામજીશા, જશું કર, અરજી શા અને મન્નુ શેઠે પણ મદિરે બધાવ્યા હતાં અને ગધારના રામજી શ્રામાલીએ ભમતીમાં ચૌમુખનુ મંદિર બધાવ્યું હતું. આ બધા મદિરા અને મૂલ મંદિરમાં-નંદીવન પ્રાસાદમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરી હતી.
જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી એક મહાપ્રાભાવિક યુગપ્રધાન આચાર્ય થયા છે. તેમનેા વિ. સ. ૧૫૮૩ માં જન્મ, વિ. સં. ૧૫૯૬ માં દીક્ષા, વિ. સ. ૧૬૧૦ આચાર્યાં, વિ. સં. ૧૬૦૯ માં અકબરને પ્રતિબોધ આપવા અકબરના આમ ંત્રણથી ક્રૂત્તેહપુર સીક્રી ગયા, ૧૬૪૧ માં : જગદ્ગુરુ બિરૂદ, જયાવેરા માફ કરાવ્યા, અકબરને માંસાહાર છેડાવ્યા, બાર દિવસ સમસ્ત હિન્દમાં અમારી પળાવી. પાછળથી કુલ છ મહિના અમારી પળાવી. જૈન તીર્થો શત્રુંજય, ગિરનાર, તારંગાજી, કેસરીયાજી, આજી, રાજગૃહી, સ ંમેતિશખર વગેરે તીર્થોને કરમુક્ત બનાવી જૈન સંધને સાંપાવ્યાં. તેઓ અને તેમના શિષ્ય-પ્રશિષ્યાએ મેાગલ દરબારમાં અનુપમ માનસત્કાર અને ગૌરવ મેળવ્યાં તેમજ પ્રજાહિતનાં ઘણા કાર્યો કરાવ્યાં. ઉ. શ્રી શાન્તિચંદ્રજી ગણુ, વિજયસેનસૂરિજી, ઉ. ભાનુચંદ્રજી, સિદ્ધિચંદ્રજી, વિવેક ગણુ, પરમાણુંદ સુનિ વગેરેએ મેગલ સમ્રાટેાને પ્રતિબોધી અહિંસાને વિજયધ્વજ ફરકાવ્યા છે. માગલ સમ્રાટને અહિંસક બનાવવાનું અનુપમ માન જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જ ઘટે છે, તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com