________________
શ્રી શત્રુંજય
| [ જેન‘
તીને
૫૬. શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ દિશા તરફ શા. પ્રેમજી રતનજીએ સંવત્ ૧૭૮૮ માં બંધાવેલું દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન, પ્રતિમાજી પ.
પ૭. તેની પડખે સુરતવાળા શા. બેગલશાનું દહેરૂં છેઃ મૂળનાયક શ્રી સંભવનાથજી ભગવાન ગોખલા નં. ૨ મળી પ્રતિમાજી ૨૨ઃ ગેખલા ૧ માં સં. ૧૦૩ માં શેઠ આણંદજી કલ્યાણજીએ ભરાવેલી શ્રી આદિનાથજી ભગવાનની મોટી મૂર્તિ છે, બાજુમાં નાની મૂર્તિ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે.
૫૮. શ્રી ચિંતામણજીના દહેરાની બાજુમાં નીચાણમાં લશ્કરવાળા વૃદ્ધિચંદ્રજીનું દહેરૂં ૧. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ભીંતમાં આરસના પાટીયા ૨ માં શ્રી નંદીશ્વરદ્વીપની (જ્યાં દેવ-ઈદ્રો પ્રભુની મહાપૂજા મહોત્સવાદિ કરે છે, સમ્યકત્વને નિર્મળ બનાવે છે) તથા શ્રી અષ્ટાપદજીની રચના છે તથા આરસના હાથી ૨ અંબાડી સહિત આળેખેલા છે. આ તમામ બહુ કારીગરિવાળું સુશોભિત છે. મુળનાયકજી એક બંગલી જેવી આરસની દહેરીમાં છે. દેરાસર તદ્દન આરસમય રમણીય છે. દેરાની બારસાખ ઊંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરીના રૂપમાં આ દેરૂં ગણાઈ જાય છે. આ કારણથી યાત્રાળુઓ ઉપર ચઢી તેનું નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે બારસાખ મેટી બનાવવાને સુધારો કરવામાં આવે તે તમામ યાત્રાળને દશનને લાભ સારી રીતે મલે એવું આ દેરાસર મનહર છે, પ્રતિમાજી ૨.
૫૯. તેની પાસે ચંબલીના ઝાડની પાસે પાટણવાળા નથુચંદ ડુંગરસી મીઠાચંદ લાલાચંદે સં. ૧૮૬૯ માં બંધાવેલું દેરાસર ૧ મુળનાયકજી શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૧૧.
૬૦. તેની પાસે રસ્તા ઉપર નવી નાની દહેરી ૨ઃ ચુનીલાલ તલકચંદ સં, ૧૯૪૦ માં બંધાવેલી તેમાં પ્રતિમાજી ૩ છોટાલાલ ઉમેદચંદની પ્રતિમાજી ૪ઃ કુલ પ્રતિમાજી ૭.
૬૧. ઊંચાણમાં સુરતવાળા વોરા કેસરીચંદ લાધાજીએ બંધાવેલું દહેરું ૧. મુલનાયકજી શ્રી સંભવનાથ ભગવાન, બહાર ગેખલા ૨ માં પ્રતિમાજી ૪; કુલ પ્રતિમાજી ૧૭. - ૬૨. તેની પડખે ગઢ તરફ પાટણવાળા મીડાચંદ લાધાચંદે સંવત ૧૮૪૩ માં બંધાવેલું દહેરૂં ૧૦ મુલનાયકજી અજિતનાથજી ભગવાન; પ્રતિમાજી પ.
૬૩. તેની પડખે શેઠ જીવણચંદે બંધાવેલું દેહેરૂં શ્રી મુળનાયકજી અજીત નાથજી ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૭૯૧ પ્રતિમાજી પ.
૬૪. આગળ જતાં ઉપર શા. ઝવેર નાનજીએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું દહેરૂં ૧ મુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com