________________
જોવાલાયક છે. શહેર સુધરાઈવાળુ છે. અહિયાં મરાઠી રાજ્યની સ્થાપના પીલાજીરાવ ગાયકવાડથી થયેલી છે. પ્રથમ લગભગ તેએ ગુજરાતના અધિપતિ કહેવાતા હતા. કાઠિયાવાડ પણ તેમના આધિપત્ય નીચે હતુ. હિંદુસ્થાનમાં આ રાજ્ય આજે બીજે નંબરે ગણાય છે. આ શહેરને વટપદ્ર પણ કહે છે.
૬ કાવી–ગધાર.
આ કાવી-ગંધાર ભરૂચ જીલ્લાનુ વાગરા તાલુકાનું ગામ છે. જૈન લેાકેાનુ તીર્થસ્થળ ગણાય છે. ત્યાં બે દેરાસર છે. એક શ્રી મહાવીરસ્વામીનું. તે સવંત ૧૫૦૦ માં રૂા. એક લાખના ખર્ચે આશરે બધાયું હશે; હાલમાં જીણુ પ્રાય: છે તે સમરાવવાની જરૂર છે. બીજું અમીજરા પાર્શ્વનાથનું ઘણું જુનું દેરાસર છે. તેને અંધાવતાં આશરે પચાસ હજાર ખર્ચ થયાં હશે.
પ્રસિદ્ધ શ્રીમદ્ હીરવિજયસૂરિ જ્યારે વિહાર કરતાં કરતાં અહિંયા આવ્યા, ત્યારે તેમને અકબર બાદશાહ તરફથી દીલ્હી આવવાને પેગામ મન્યા. તે પછી તેમણે ગધારના શ્રાવકા સાથે “ જવુ કે ના જવું ” તે સ ંબંધી મસલત કરી; પણ શ્રાવકાએ દીલ્હી જવાની સૂરિને અનુમતિ આપી નહિ; છતાં મહારાજશ્રીના આત્મા કુદરતી રીતે પેાતાને પ્રેરણા કરવા લાગ્યા કે દીલ્હી જવામાં ફાયદા છે, જેથી તેમણે દીલ્હી જવાનુ નક્કી કર્યું ને તરતજ અમદાવાદ આવ્યા, અને ત્યાંથી દીલ્હી ગયા. ભરૂચથી ૧૭ ગાઉ દૂર ગંધાર તીર્થ આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com