________________
ગયે, માટે ભરૂચ એ પૂર્વે અધાવધ તીર્થ તરીકે પ્રગટ થયું હતું. મુનિસુવ્રત સ્વામીની મહા પ્રભાવિક મૂર્તિ ભરૂચ નગરમાં છે.
વૃદ્ધવાદિસૂરિએ મુકુંદ પંડિતને રાજ્યસભામાં જીતી અહીંયાં જ દીક્ષા આપી હતી.
પૂર્વે શ્રીપાલ કુમારે પણ ધવલશેઠની સાથે પિતાની દરીયાઈ મુસાફરી આ ભરૂચ નગરથી શરૂ કરી છે.
ભરૂચથી અશ્વાવબોધ તીર્થ આજે લગભગ છ ગાઉ દુર પડી ગયું હોય એમ જણાય છે. હાલ ત્યાં એકમટે વડ છે. એ વડ લગભગ બે ત્રણ મિલના વિસ્તારમાં છે. અશ્વ પંદર દિવસનું અણુસણ કરી આઠમા દેવલેકે દેવપણે ઉત્પન્ન થયે, ત્યારપછી ભગવંત સાડા સાત હજાર વર્ષ પર્યત વિચરી સમેતશીખરે મોક્ષે પધાર્યા. મુનિસુવ્રત સ્વામીને થયે આજે અગીયાર લાખ ને સાડી ગ્યાસી હજાર વર્ષ લગભગ થયાં છે. ૫ વડોદરા.
દાદા પાશ્વનાથજીનું મહામંદિરનરસિંહજીની પળમાં આવેલું છે, તથા પાવાગઢથી ભીડભંજન પાર્શ્વનાથને પણ લાવીને ત્યાં પધરાવ્યા છે. તે માટે પાછળ જુઓ દાદા પાર્શ્વનાથ. ત્યાં બીજા પણ ૧૮ દેરાસરો આવેલાં છે. ધર્મશાળા ઘડીયાલી પોળમાં આવેલી છે. ગાયકવાડ સરકારની રાજ્યધાનીનું શહેર છે. લક્ષમીવિલાસ મહેલ, રાજ્યમહેલ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com