________________
અને ગંધારથી કાવી પંદર ગાઉ દૂર થાય છે. કાવી એ જબુસર જીલ્લામાં આવેલું છે. કાવીમાં શિખરબંધી બાવન જીનાલયનાં સામસામે બન્ને દેરાસરો સ્વર્ગના વિમાન સરખાં શોભી રહ્યાં છે.
ગુજરાતમાં વડનગરના રહીશ દેપાલગાંધીના વંશ જ બાહુ અને અલુઆ ગાંધી કાવી નગરમાં જાત્રાર્થે આવ્યા તે વખતે કાવી મોટું નગર હતું. ત્યાં તેમને દેરાસર બંધાવવાને વિચાર થયો. તે સમયે તપાગચ્છ નાયક શ્રી સમસૂરીશ્વર પણ પરિવાર સહિત ત્યાં પધાર્યા હતા. તે પ્રસંગને લાભ લઈ બાહ ગાંધીની પત્ની હીરાબાઈએ અતિ રમણીય મોટો પ્રાસાદ કરાવી રાષભદેવ સ્વામીની મૂર્તિ ભરાવી સૂરિને હાથે સંવત ૧૬૪૯ માં પ્રતિષ્ઠા કરાવી હતી.
એકદા હીરાબાઈ અને તેમની પુત્રવધુ વિરાંબાઈ જાત્રા કરવા ત્યાં આવ્યાં. તેવારે વિરાંબાઈ ઉંચા હોવાથી બારણું તેમને નીચું લાગ્યું તેથી ખિન્ન થઈને માથું ધુણાવ્યું.
વિરાંબાઈને માથું ધુણાવતાં જે સાસુજીએ પૂછ્યું કેમ વહુજી માથું ધુણાવ્યું ? એ સાંભળી વહુ બેલી “સાસુજી! આપે દેરાસર તે બહુજ ઉતમ કરાવ્યું છે. અને શિખર પણ અનુપમ છે, પણ આ મંદિરનું બારણું નીચું કરાવી આ પ્રાસાદની સુંદરતામાં ખામી આણી છે.”
તેવારે સાસુજીને રીસ ચડી ને જણાવ્યું કે “હે સુલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com