________________
માટુંગા-મુંબઈ' એ તરીકે નામ પલટીને તેમના તા. ૧૬-૬-૫૭ના મહાવીરશાસનપત્રમાં તે લેખને પ્રસિદ્ધ કરેલ છે! એ પછી તે લેખને અહિં(વઢવાણસીટી)ના કેસમાં ટ્રેકટ તરીકે છપાવીને પણ મેકળા હાથે પ્રચારવામાં આવી છે! કહે છે કે આ કાર્ય મુંબઈ-લાલબાગમાં ચાતુર્માસ રહેલા શ્રી મુક્તિવિજયજી કરી રહેલ છે. તે ગમે તે હા, પરંતુ તેઓ તરફથી એ બહુરૂપી લેખમાં પિતાની ભા. શુ. ૪૫ને ગુસ્વારની સંવત્સરીની માન્યતાને છૂપાવીને તિથિ વિનાના કેવળ ગુરુવારની જ સંવત્સરીને સાચી દેખાડવાને દાંભિક પ્રયાસ કરવામાં આવેલ છે, તેમજ પૂ આ. ભ. શ્રી વિજયનેમિસૂરિજી મ. ની હતી તે આચરણું મુજબ સં. ૧૯ ૯ સુધી તે પોતે પણ ચંડાશુ.માંના ભા. યુ. ૫ ના ક્ષય વખતે બીજા પંચાંગની ભા. શુ. ૬ ને જ ક્ષય કર્યો છે તે સત્ય બીનાને ઈરાદાપૂર્વક ઉડાવી દેવામાં આવેલ છે! એ પાપ તેઓશ્રીને કેમ ખટકતું નથી ? અને ઉપરથી ગુરુવારની માન્યતાની અસત્ય આળ તળે પૂ. વયોવૃદ્ધ જ્ઞાનગંભીર આ. ભ. શ્રી વિદયસૂરિજી ઉપર અસત્ય હકીકત સ્વીકારેલ હોવાના અસત્ય
આક્ષેપોની ઝડી વર્ષાવવાનું ગાઢ પાપ શું કામ કર્યું છે કે જે ભવભીર આત્માને શોભનીય નથી. તેઓની આવી અસત્ય પ્રોપેગેન્ડાથી કલ્યાણકારી સમાજે ખૂબ જ ચેતતા રહેવા જેવું છે.
આ વાત એટલેથી જ નથી અટકી, પરંતુ તે પછી પણ તેઓના મહાવીરશાસન પત્રના અર્ધસ્વામી ગણાતા આ. શ્રી અમૃતસૂરિજી મ. ની લેખાતી શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા તરફથી તેના ગ્રંથાંક ૩૨” તરીકે “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ” નામની એક ૬ ફેર્મ પ્રમાણુ બુક પણ અહિં(વઢવાણસીટી)ના જ પ્રેસમાં
પાવીને તુરતે તુરત બહાર પાડવામાં આવેલ છે! ક–જેમાંની સર્વ બીનાઓ નિરાધાર અને અસત્યપ્રાયઃ છે. અને તે બૂકના પેજ ૬૭ થી ૮૦ સુધીમાં પણ “ડી. સી. શાહ.ના નામે પ્રસિદ્ધ થએલ એ જ ટેક્ટને ફરીથી પણ છાપીને પ્રચારવામાં આવેલ છે. આ અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com