________________
તીર્થકર કહેવાય છે. આવા તીર્થકર ભગવાનેએ ઉપર જણાવ્યા મુજબના અંતરંગ શત્રુઓને જીતી લીધાથી તેઓ અહંતુ ભગવાન યાને જિનદેવ પણ કહેવાય છે અને ભય પ્રાણીઓને આ સંસારરૂપ સાગર તરી જવાના, પાર ઉતરવાના મુખ્ય સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા ધર્મની પ્રરૂપણા શ્રી જિનેશ્વર દેના શ્રીમુખે કરવામાં આવેલી તેથી તે જૈનધર્મ અને તેના અનુયાયીઓને કે અનુસરનારાઓને સમાજ તે જેનસમાજ યાને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ જૈનસંઘ.
જૈન દર્શનની કાળ ગણત્રીની માન્યતા મુજબ આ જગત અનાદિકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનું છે એટલે આજસુધીમાં જુદા જુદા સમયે અને જુદા જુદા ક્ષેત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનંતા તીર્થકર ભગવાને થઈ ગયા છે અને હવે પછી પણ થવાના છે તે ધોરણે આ ભરતક્ષેત્રમાં પણ કાળચકના પ્રત્યેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના છ આરા દરમીયાન ચોવીશ તીર્થકર થઈ ગયા છે. આવી અનંત ચાવીશીઓ થઈ ગઈ અને તે અનંત ચોવીશીઓ પૈકી છેલી–વર્તમાન ચોવીશીના છેલા ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાને અત્યારે વીર સંવત ૨૪૭૩ મે ચાલતો હવાથી. આજથી સુમારે ૨૫૦૦ વર્ષ પહેલાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ મહાસેન વનમાં પધારીને દેએ રચેલ સમવસરણમાં જનધર્મની પ્રરૂપણ કરી, ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી અને “સવીછવ કરૂં શાસન રસી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com