________________
રાગ-દ્વેષ, વિષય, કષાય, ક્રોધ, માન, માયા, લેભ, મેહ વગેરેના પરિશીલનથી જીવાત્મા ક્ષણે-ક્ષણે કર્મદળના આવરણમાં–કર્મબંધનમાં વધારે-ઘટાડો કર્યો જ જાય છે અને તેથી જ ભવ–બ્રમણનો અંત લાવવામાં માટી આડખીલરૂપ થનારા કર્મબંધનના કારણરૂપ મેહ, રાગ, દ્વેષ, વિષય, કષાય વગેરેને અંતરંગ શત્રુઓ માનવામાં આવ્યા છે. ઈન્દ્રિયદમન, સંયમ, દાન, શીલ, તપ-જ૫ ધ્યાન, યમ, નિયમ, વ્રત, પચ્ચખાણ વગેરે અનેક પ્રકારના સાધનને ઉપયોગ કરી, અતુલ સામર્થ્ય અને અપૂર્વ વીર્ય ફુરણાથી ઉપર જણાવેલ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવી જીવાત્મા જ્યારે સઘળા કર્મના બંધનેને તોડી નાંખે છે–સકળ કર્મને ક્ષય કરે છે ત્યારે તે મેક્ષરૂપ પરમ શાશ્વત સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે અને સાદિ-અનંત અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્ઞાન ક્રિયાશ્વાન્ મેસ: આ અને આવા બીજા અનેક સૂત્રો અનુસાર જીવાત્માની ઉપર મુજબની પરિસ્થિતિને, લગભગ તમામ જૈનેતર દષ્ટિએ પણ એક યા બીજા રૂપે વિવિધ પ્રકારના વર્ણન સ્થા ચર્ચાએ આગળ કરી છેવટે સ્વીકાર જ કરે છે અને પ્રત્યેક વિવેકી–વિચારશીલ જીવાત્માઓનું અંતિમ ધ્યેય, મોક્ષ સુખરૂપ ઉત્તમત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાનું જ હોય છે.
ઉપર જણાવ્યા મુજબના મુક્તાત્માઓ પૈકી જૈન શાસ્ત્રકોરાની માન્યતા મુજબ કેટલાક આત્માઓ પિતાની અંતિમ ભવસ્થિતિ દરમીયાન તીર્થકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com