________________
બાબતના અનુભવથી ઉપરોકત આશાવાદી નિર્ણયને દરેક રીતે ટેકે મળે છે.
પ્રાથમીક જરૂરીયાત અને અનિવાર્ય આવશ્યકતા ચારિત્રશીલ-સેવાભાવી કાર્ય કરનારાઓની જ છે અને ચાલુ જમાનાનો તાશીર જોતાં આવા કાર્ય કરનારાઓ મેળવવામાં પણ આપણને મુશીબત પડશે નહિ એટલે હવે સમાજના આગેવાનેએ સાચી સેવાભાવી વૃત્તિથી કેડ બાંધીને બહાર પડવાની જરૂર છે. અન્ય કોઈની રાહ જોવાને વખત ન ગુમાવતાં બને તેટલા ભાઈઓને સાથ અને સહકાર સાધી વગર વિલંબે સમાજના ઉત્કર્ષ માટેના કાર્યોને આરંભ કરી દેવાની જરૂર છે. આ આરંભ જુદા જુદા વિભાગના કેન્દ્ર સ્થાનમાં સેવામંડળે અને સેવાસદનની સ્થાપનાથીજ કરી શકાય. તે માટેની યોજનાઓ વિચારશીલ બંધુએ સાથે વિચાર-વિનિમય અને ઉહાપોહ કરીને જ ઘડી શકાય. આ પ્રકારની કાર્ય પ્રણાલીકા દ્વારા સમાજની-ચતુધિ સંઘની–સ્વામિ ભાઈઓની જે કંઇ સેવા કરી શકાશે તેજ સાચું સ્વામીવાત્સલ્ય અને વિશ્વબંધુત્વની ભાવનાને આગળ ધપાવવા માટેનું પહેલું પગથીયું, માન કે કીર્તિની ભુખને સંતોષવા ખાતર પરંપરાગત રૂઢી બળના વહેણમાં ઘસડાઈ જઈ આપણે હઝારો રૂપિયાનો ખર્ચ કરી એકાદ ટક સ્વામિ ભાઈઓને મિષ્ટાન્ન જમાડી સંકુચીત અર્થમાં તે સ્વામિવાત્સલ્ય કરવાને લ્હાવો લઈએ છીએ તેના કરતાં ઉપરોકત સ્વામિવાત્સલ્ય અનેક ગણે લાભદાયી અને ફળદાઈ થઈ પડે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com