________________
વિરલ સાહસીક પ્રવૃત્તિના પરીણામે હઝારે વાંચન-શેખીન બંધુઓ ઘણું ઓછા ખર્ચે એક નાની સરખી અંગત–ખાનગી લાયબ્રેરી ઉભી કરી શક્યા છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ પુસ્તકોની પસંદગી પણ ધર્મના અને નીતિના ઉચ્ચતમ ધોરણે થયેલી હોવાથી તે પ્રશંસાપાત્ર થઈ પડેલ છે. આ બધું સાહસ સંસ્થાના આત્મારૂપ ભિક્ષુ અખંડાનંદને જ આભારી છે.
હીંદી માસીક કલ્યાણના પ્રજકો અને પ્રબંધ કરતાઓ તરફથી પણ અનેક પુણ્ય પ્રસંગે અને ધાર્મિક તહેવારના પ્રસંગે ઝડપી લઈ, ખાસ–વિશિષ્ટ–સેંકડો પૃષ્ઠોના દળદાર અંક હઝારેની સંખ્યામાં આકર્ષક રીતે બહાર પાડવામાં આવ્યા છે અને તેને અપૂર્વ લાભ ઘણું મટી સંખ્યામાં જનસમાજ લઈ રહેલ છે તેનું પણ હજુ આપણે આછું-પાતળું અનુકરણ કરી શકયા નથી. પ્રબુદ્ધ જૈન” જેવા પ્રૌઢ-મનનીય-શિક્ષાપ્રદ–ઉંડી વિચારણા માગતા ઉપયોગી લેખને જ સ્થાન આપતું પ્રખર પાક્ષિક પત્રને આપણે બરાબર અપનાવી શકયા નથી. ઉત્સવો અને પ્રવેશ મહોત્સવ વરઘોડા અને સામૈયા જેવા પ્રસંગોના ભભકભર્યા. અતિશકિતપૂર્ણ વર્ણનથી પાના ભરતા પત્રોથીભરતીયા જેવા લખાણોથી સંતોષ માની આ પણે કુલાઈ જઈએ છીએ. જૈન સમાજના મોટા ભાગની મનોદશા આ બાબતમાં હજુ ઉચ્ચ કક્ષાએ પહોંચી નથી. સાક્ષર– સીદ્ધહસ્ત લેખકે પાસે, પુરસ્કાર આપીને પણ વિદ્વતાપૂર્ણ લેખ તૈયાર કરાવી તેને બહાળે પ્રચાર કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com