________________
આવી પરગજુ ધર્માદા સંસ્થાઓ ઉભી કરવા પાછળ તેમજ તેને ચલાવવા પાછળ લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે તેવા ખર્ચની પાઈએ પાઈ રસાળ ભૂમિમાં વવાતી હાઈ ઉગી નીકળે છે અને અનેક ગણું ફળદાઈ થઈ પડે છે. આપણી જૈન કોમ માતબર ગણાય છે, વળી આપણી સમાજમાં કરોડપતિઓ અને સેંકડો લખપતિઓ તેમજ લાખ રૂપિયાના ટ્રસ્ટ ફંડો છતાં આપણને તેના ઉપ
ગની દીશા જ હજુ સુજી નથી. કેવળ પરંપરાથી ચાલ્યા આવતા રૂઢ પ્રવાહમાં જ તણાયા જઈએ છીએ. એકના એક ગાડા ચીલામાંથી ચાતરવાની હીંમત કે શક્તિનું દીવાળું જ ફેંકયું છે. હીંદુ ભાઈઓ જેટલી પણ જાગૃતિ કે વીવેકબુદ્ધિ આપણે બતાવી શકયા નથી. તેમને મુકાબલે આપણે કંઈક વામન જ દેખાઈએ છીએ.
સાહીત્યપ્રચાર અને જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સસ્તા સાહીત્ય વર્ધક કાયાલય તરફથી ભિક્ષુ અખંડાનંદ જેવા પ્રખર શક્તિશાળી કાર્યકરની જીવનભરની અખંડ અને અવિરત સેવાના પરિણામે કેટકેટલા દળદાર પુસ્તકોની કેટલી સંખ્યામાં કેટલી આવૃતિઓ બહાર પાડવામાં આવી, જન સમાજે તદ્દન નજીવી કીંમતથી મળતા પુસ્તકોનો કેટલે બધે—કેટલા મોટા પ્રમાણમાં લાભ લીધે અને લીધે જાય છે તેને વિચાર કરવાની પણ આપણને ફુરસદ નથી. પુસ્તકની કીમત નજીવી રાખ્યા છતાં પણ સદર સંસ્થાનું ટ્રસ્ટ ફંડ લાખની ગણતરીથી અંકાય છે તે કંઈ ઓછું ગૌરવપ્રદ નથી. સદર સંસ્થાના ઔદ્યોગિક કાર્ય કુશળતાના તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com