________________
પ્રસ્તાવના
૧. સંપાદકીય સદ્. શ્રી મનસુખભાઈ ખરેખરા અર્થમાં એક ઉચ્ચકક્ષાના સાક્ષર હતા. આ ભારતીભક્ત સત્સાહિત્યની ઉપાસના કેવા અને કેટલા ભક્તિભાવથી કરી હશે તેને મૂક સાક્ષી આ તેમને પ્રકાંડ સાક્ષરત્વસંપન્ન નિબંધ જ છે. આ વિદ્વત્તાપૂર્ણ નિબંધ પ્રત્યે ઊડતે દષ્ટિપાત કરતાં પણ તેમની અગાધ બહુશ્રુતતા,પ્રખર બુદ્ધિમત્તા,તીણ પર્યાચના પ્રકૃષ્ટ પ્રૌઢિ, સમર્થ વાગ્મિતા, ઉત્તમ મધ્યસ્થતા, અદ્ભુત ઋજુતા આદિ કઈ પણ સહદય રસજ્ઞ સમીક્ષકનું એકદમ ધ્યાન ખેંચે છે, ને સહજ સ્વયંભૂ બહુમાન ઉપજાવે છે. આ અભ્યાસ પૂર્ણ સમર્થ (Scholarly & Masterly ) સુંદર સાહિત્યકલાથી સુગ્રથિત “ગ્રંથ વા નિબંધ નિબદ્ધ કરવામાં કેટલા બહુશ્રતપણાની, કેટલા રસજ્ઞપણાની, કેટલા અન્વેષણની, કેટલા મીમાંસનની, કેટલા પરિશ્રમની અપેક્ષા રહે છે, તે આવા વિષયોમાં કૃતશ્રમ વિદ્વજને જ સમજી શકે છે.
આ જૈન સાહિત્ય શીર્ષક વિદ્વત્તાપૂર્ણ (scholarly) નિબંધ સદ્. વિદ્વવર્ય બહુશ્રુત લેખકે ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે રજૂ કર્યો હતે–વાંચ્યું હતું, અને તે તત્કાલીન વિશિષ્ટ શિષ્ટ સાક્ષરમંડલીમાં ખૂબ પ્રશંસા પામ્યું હતું. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદુ પ્રસંગે પણ આજ સ. સાક્ષરશ્રીએ “ગુજરાતીમાં જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com