________________
૧૧૦
જૈન સાહિત્ય અપભ્રષ્ટ પ્રાકૃતમાં છે, તે પ્રથમનું પણ અપભ્રષ્ટ પ્રાકૃત હેવું જોઈએ. શ્રી હેમચંદ્રસૂરિના વારાનું તથા ત્યાર પછી એક સૈકા પછી થયેલા શ્રી મેરૂતુંગસૂરિનું તથા ત્યાર પછી થયેલા શ્રી પદ્મનાભ આદિનું એમ અપભ્રષ્ટ પ્રાકતનાં ઉદાહરણે રા. ધ્રુવે આપણને આ પરિષદની બીજી બેઠકના પ્રમુખસ્થાનેથી સંભળાવ્યાં હતાં. આ અપભ્રષ્ટ પ્રાકૃત તે જેનોની સ્વાંગ માલિકીની, તેઓના સૂત્ર-પ્રકરણની પ્રાકૃતમાંથી અપભ્રષ્ટ થયેલી પ્રાકૃત નહિં, જેનેની એ પ્રાકૃત તે અવિચ્છિન્ન ધારાએ ચાલતી આવી છે, એમ આપણે સવિસ્તર ઉપર જણાવ્યું છે. આ અપભષ્ટ પ્રાકૃત તે સામાન્ય જનસમૂહની સામાજિક વપરાશની પ્રાકૃતમાંથી અપભ્રંશ પામેલ છે. ગુજરાતી ભાષાનું જેમાંથી અવતરણ થયું, તે સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત. બ્રાહ્મણે પ્રાકૃતિને ઉપયોગ ન કરતા? કેઈ કહેશે, કે પ્રાકૃત ભાષાને વ્યવહાર જેનામાં જ હતે; બ્રાહ્મણાદિ અન્યમાં તે શુદ્ધ સંસ્કૃતથી વ્યવહાર ચાલતે. આ માનીનતા એકપક્ષી છે. ભલે બ્રાહ્મણદિ લખવાને વ્યવહાર સંસ્કૃતમાં કરતા હોય ભલે તેઓએ લખવામાં કદાચ પ્રાકૃતને ઉપયોગ ન કર્યો હોય, ભલે જેનેએ બોલવા-લખવામાં પ્રાકૃતથી જ વ્યવહાર કર્યો હોય, પણ એટલું તે નિ સંશય માનવું પડશે, કે સામાન્ય જનસમૂહની સામાજિક પ્રાકૃત ભાષામાં તે બંનેને હાથ હતો; બંનેને વ્યવહાર ઓછા-વધારે પણ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com