________________
૧૦૮
જૈન સાહિત્ય તેઓને વાણવ્યાપાર એ ભાષામાં હે જઇયે એ અકૃત્રિમ ભાવ આણવા માટે નહિ કે એ નાટકકારે એ ભાષાને હલકી ગણતા માટે. ખુદ નાટક્કારેને પિતાને પણ, ભલે લખવામાં વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃત તેણે વાપરી હોય, પણ બેલવા આદિના વ્યવહારમાં (Colloquial Language) તે ભાષાનાં ઓછાં
વધતાં પ્રાકૃત સ્વરૂપને જ અવલંબવું પડેલ. હેમાચાર્ય પ્રાકૃતના પિતા?
(૩) ત્રીજી પેટા દલીલ એવા આશયની લાવવામાં આવી છે કે રા. ૨. કેશવલાલ હર્ષદરાય ધ્રુવના કહેવા મુજબ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રાકૃતના “પાણનિ” છે, અને એ વાતને લગભગ બધા વિદ્વાને કબુલ કરે છે. રા. “મન” તરફથી એકાદ વિદ્વાનની સંમતિ ટાંકવામાં આવી હત તે સારું હતું. રા. ધ્રુવે કઈ અભિપ્રાયવિશેષે એમ કહ્યું હશે, કે જે સમજ્યા વિના રા. “મન” પોતે અગાઉ પતંજલિને ઈ. સ. પૂર્વે ૧૫૦ વરસે પ્રાકૃત વ્યાકરણના રચનાર જણાવ્યા છતાં પુનઃ પ્રાકૃતના પિતા તરીકે શ્રી હેમચંદ્રાચાર્યને ઓળખાવે છે! શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ પ્રાકૃતમાં, જેનેની પ્રાકૃતમાં, વ્યાકરણ-નામમાળા લખાયાં છે. વિ. સં. બીજા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્ત સૂરિની પ્રાકૃત (દેશી) નામમાળા, ત્યાર પછી વિ. સં. દશમી સદીમાં થયેલા શ્રી ધનપાળ પંડિતની “તરંગલોલા” નામની દેશીનામમાળા, આ બંને શ્રી હેમચંદ્રાચાર્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com