________________
૭૮
એમ સુણીને રાયજી રે, ઘર ભિતર તવ જાય કે, રા. મુનિમ પણ પાછળ ઉઠી રે, આવ્યો ઘરની માંય કે. રા. ૨ એકાંતે બેસી કરી રે, ભૂધવને કહે વાત કે, રા. ધૂઠ્ઠી માંડીને કહે રે, વસ્તુ સ્થિતિ સમજાય કે. રા. ૩ મુનિમ મુખેથી સાંભળી રે, અચરિજ પામે રાય કે રા. સ્ત્રીની મતિ ટુંકી કહી રે, કવિજને શાસ્ત્રની માંય કે. રા. ૪ પણ મુજ ભગિનીયે ઈહાં રે, ભારે કર્યું એ કામ કે, રા. પતિ–વચન પણ પાળીયું રે, રાખી પોતાની “મામ કે. રા. ૫ હર્ષિત વદને બોલી રે, મુનિમજીને મહીપાળ કે,
| મુનિમજી! સાંભળો રે. જઈ કહેજે મુજ હેનને ૨, હવે ગઈ તુમ જંજાળ કે, મુ. ૬ વાત કહેશે કેઈ મુજને રે, તે એ પામશે દંડ કે, મુ. ચિતા લવ હવે મસ્તી કરે રે,
નહિ નડે કેઈ એને કંદ કે. મુ૭ ભલે સીધા ઘર ભણી રે, ચિંતા ટળે મુજ બહેન કે, મુ. કહેજે હારા તરફથી ૨, આણે ન મનમાં કુરહેન કે. મુ. ૮ પગે લાગીને ઉઠી રે, મુનિમ તે તેણી વાર કે,
સજન સાંભળો રે. હળવે હળવે ચાલતો રે, આવ્યો કસ્તૂરી પદ્વાર કે સ. ૯ મુનિક કહે તેને હવે રે, વીતી વાત તમામ કે;
શેઠાણી ! સાંભળો રે. તુમ ધર્મના બંધુએ ૨, રાયે કહ્યું છે આમ કે. શેઠા. ૧૦
૧ ઘરની અંદર. ૨. બધી બાબતોનું ઉત્પત્તિ કારણુ ૩ બહેને. ૪ સત્ય-શિક્ષણ, લજજા-મર્યાદા. ૫ ઘરને બારણે, ઘરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com