________________
હારે લાલા એહવાં વચન સાંભળી,
વળતું બોલી શેઠાણી તામ રે લાલા; ફોધ કરે છે શ્યા ભણી ?,
તે કારણુ ભાંખો તમામ રે લાલા. વા. ૧૩ હારે લાલા વાત કર્યાથી જાણીયે,
પણ વણ કીધે ન સમજાય રે લાલા; માટે બાપા! તમે કહો,
તે મન માંહે સુખ થાય રે લાલા. વા. ૧૪ હારે લાલા મુનિમ કહે શું કહું ઈહાં,
નથી સંભળાતી વાતો કાન રે લાલા; શું તમને માલમ નથી?,
તેથી પૂછે મુજને આમ રે લાલા. વા. ૧૫ હારે લાલા તે યે સંભળાવું તમને,
એમ કહીને બોલ્યો તામ રે લાલા; ઢાળ છવ્વીશ રામે કહી,
સશુરૂના પસાયે તે આમ રે લાલા. * વા. ૧૬
દોહરા
વાતે થાએ ગામમાં, અમર શેઠની નાર, ભૂંડું કામ એણે કર્યું, આ સહુને ખાર. યાત્રા કરણ મિષે કરી, ગઈ હતી પરદેશ; કાળું મોટું કરી ઈહાં, ફરી આવી નિજ દેશ. એવી વાત સાંભળી, તેથી કહું છું આમ; સાચે સાચું બોલજે, એમાં શું છે મામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com