________________
ગામમાં ચાલતી નિશાળમાં ભણવા મોકલવા લાગ્યા. ગુજરાતી પાંચ ઘેરણનો અભ્યાસ રત્નસિંહે પૂરો કર્યો.
રત્નસિંહ પૂરા પંદર વર્ષની ઉંમરે પહોંચતાં પુત્ર વત્સલ માતા પણ આશાભર્યા સ્વર્ગવાસી થયા. આ બનાવથી રત્નસિંહના હૃદયમાં અત્યંત દુઃખ થયું અને સંસાર તેને અકારે થઈ પડે. સંસારમાં સંગ અને વિયોગ મનુષ્ય ઉપર કેવા આવે છે? અને સંસાર કેવો સ્વાથી છે? તેના અવાર નવાર રત્નસિંહને અનુભવ થવા લાગ્યા.
સં. ૧૯૬૭ની સાલમાં પત્રી ગામના શ્રી સંધની અયાગ્રહભરી ચાતુર્માસની વિનંતિ થતાં આચાર્ય ગુરૂદેવ શ્રી કમસિંહજી સ્વામી ઠા. ૫ થી ચાતુર્માસ બિરાજ્યા. આ ગુરુવર્ય શ્રી સંસાર પક્ષના રત્નસિંહના દાદાના કુટુંબી હતા. જેથી રત્નસિંહભાઈ પણ ધર્મસ્થાનકમાં ગુરૂવર્ય પાસે આવજાવ કરવા લાગ્યા. પૂર્વનાં શુભ કર્મના ઉદયે સાધુસમાગમ પ્રિય લાગે અને તેમની પાસે ધાર્મિક પ્રાથમિક અભ્યાસસામાયિક-પ્રતિક્રમણ વગેરેને કર્યો. ચાર માસના ગુરૂદેવને સમાગમથી ધર્મભાવનાની ખૂબ જાગૃતિ, સંસાર પ્રત્યે ઉદાસીનતા અને ભાગવતી દીક્ષા લેવાની પ્રબળ ઈચ્છા થઈ. એ ભાવના ગુરૂશ્રીજીને જણાવી. તેમની યોગ્યતા જાણી ગુરૂશ્રીએ પણ સહાનુભૂતિ દર્શાવી. જેથી ચાતુર્માસ પૂર્ણ થતાં સાંસારિક કેટલાએક કાર્યો પતાવી રત્નસિંહભાઈ ગુરૂશ્રી સાથે રહી ધાર્મિક-શાસ્ત્રીય અભ્યાસ કરવા લાગ્યા. સવા વર્ષ ગુરૂ સમીપે રહી કેટલુંક જ્ઞાન મેળવ્યું. ત્યારપછી મુંબઈ વસતા પિતાના વડિલ બંધુ કારૂભાઈ પાસેથી રૂબરૂમાં દીક્ષા લેવાની સંપૂર્ણ સમ્મતિ મેળવી. તેમજ પત્રી ગામમાં વસતા પિતાના સગા વહાલાઓની શાંતિથી અનુજ્ઞા મળતાં પત્રીના શ્રી સંઘે આચાર્ય ગુરૂદેવ શ્રી કમસિંહજી સ્વામી વિગેરે મુનિરાજેને તેડાવી સં. ૧૯૬૮ ના ફાગણ સુદ ૩ ને બુધવારે ભાઈ રત્નસિંહની દીક્ષાને પૂર્ણ ઉત્સાહથી ખૂબ મહત્સવ કર્યો. પૂજ્ય ગુરૂવર્ય શ્રોએ ભાઈ રત્નસિંહને દીક્ષા આપીને તેમનું નામ રામચંદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Pળવી.તિમ પAીન
૧૯૬૮