________________
ધવ
ને
કહેવાય છે
મુશ્કેલ
જમણા હાથને તુજને, કલ આપું આ વાર; સ. જે ઈચ્છા હોય અંતરે, સુખે કહે આણું પ્યાર. સ. ક. ૫ ધવ મુખથી એમ સાંભળી, વળતું વદે સા નાર; સ્વા. એ તો અમથું કહેવાય છે, કરતાં લાગે વાર. સ્વા. ક. ૬ કહેવું જગમાં સહેલું, પણ કરવું મુશ્કેલ; સ્વા. કહેતાં વાર લાગે નહિ, કરતાં થાએ ખેલ. સ્વા. ક. ૭ એહવાં વચન સાંભળી, કહે અમરદત્ત એમ; સલુ. કાં ફેગટ ચાળા કરે ?, એમ કર્યું જાએ પ્રેમ. સ. ક. ૮ જે માંગવું હોય તાહરે, કહેને સુખેથી તેહ; કંથ મુખે એમ સાંભળી, તવ સા ધરી નેહ. સ્વા. ક. ૯ હળવે રહી એમ બેલતી, સુણે સ્વામી ! મુજ વાત; સ્વા. નામાંકિત તુમ મુદ્રડી, આપ મન કરી શાંત. સ્વા. ક. ૧૦ મુખ મલકાવીને કહે, શેઠ તે તેણી વાર; સ. એહ તમે શું માંગીયું , ન કર્યો કાંઈ વિચાર. સ. ક. ૧૧ એમાં શું હારે આપવું?, અવર માંગી લીયે કાંઈ સ. તુમને આપું જે મુદ્દડી, મુજ થાએ લઘુતા આઈ. સ. ક. ૧૨ અવર જે કહે તે તહરી, પૂરું ઈચ્છા અધીન; સ. એમ કહીને શેઠજી, સન્મુખ જે “અદીન. સ. ક. ૧૩ એહ સુણી કહે સુંદરી, વદન ઝાંખું ધરી એમ; સ. મામૂલી એ મુદ્રડી, દેતાં ન ધરે પ્રેમ, સ્વા. ક. ૧૪ અવર માંગ્યું શું આપશે?, મેં જાણી તુમ પ્રીત; સ્વા. ' એમ કહી સા સુંદરી, રડતી નસાસા સહિત. સ્વા. ક. ૧૫ અમરદત્ત એહ દેખીને, તવ બેલે એમ વાય; સ. લે આ કરની મુડી, તું ઉણું મનથી મત થાય. સ. ક. ૧૬
૧-૩ પતિના. ૨ ફેગટ. ૪-૭ વીંટી. ૫ ખેદ વગર. ૬ મેટું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com