________________
જગ જન સુખિયા દેખીને રે હાં, સંત લહે સંતોષ; સ. દુહવ્યા જૂઠે માણસે રે હાં, પણ નાણે મન રેષ. સ. ૧૩ તરૂ તટિની ધણ ધેનુકારે હાં, સંત શશી દીનકાર; સ. મિત્ત કહ્યાં, વિણ સ્વારથે રે હાં, કરતાં જગ ઉપકાર. સ. ૧૪ એહવું સાંભળીને કહે રે હાં, કસ્તૂરી ઉમાય; સ. મત શરમા મને ઘણી રે હાં, બોલીને બહાળી વાય. સ. ૧૫ હું પણ દાસી આપની રે હાં, તો પિસાની શી વાત?; સ. મુજ વિત્ત એ છે આપનું રે હાં, મૂકે હવે પંચાત. સ. ૧૬ શેઠ હવે મહારે લઈ રે હાં, હેતે પિતાને દુકાન, સ. નિજ પ્રાણેશ ગયા પછી રેહાં, સતી ચિત્તે ધરી માન. સ. ૧૭ જે કારણથી હું ઈહાં રે હાં, આવી હતી ધરી હામ, સ. તે કારજ માહરૂં સર્યું રે હાં, હવે જાવું નિજ ધામ. સ. ૧૮ પણ સ્વામીના મન વિષે રે હાં, શંકા ન આવે લેશ; સ. એ ઉપાય કરો હવે રે હાં, મહારે ભજવો વેશ. સ. ૧૯ દત્તચિત્તથી૮ સાંભળે રે હાં, વામા રચે શું દ સ. રસિક વાત આગે ઘણી રે હાં, સુણતાં થાએ આનંદ. સ. ૨૦
છપય અગર અગન પર ધરત ઝરત સુગંધ પ્રકાશે, લસત કસત કલધૌત છરત તંદુલ શુતિ ભાસે; દુષ્પ તપત દધિ મથત ઘસત ચંદન મૃગ બેનું, તિલે તૈલ રસ ઈક્ષ પગ બંધત પથ ધેનુ; ફલ દેત અંબ પથ્થર હનત, ગનપતિ સંચરી ઉચ્ચરે; કુલવંત સંત સજ્જન પુરૂષ, ગિને ન અવગુન ગુન કરે.
૧ ઝાડ. ૨ નદી. ૩ ગા. ૪ ચંદ્ર. ૫ સૂર્ય. ૬ પૈસા. ૭ પતિ૮ સાવધાન થઈન. ૯ સ્ત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com