________________
૫૮
વ્યાપારે ખોટ ગઈ ઘણી, વળી ડૂબી ગયાં હાણ ભંડારો યે ખાલી થયા, સાંભળો ચતુર સુજાણ !. ધિગ. ૬ હવે શું કરવું આપણે ?, તે ભાંખે તમે સ્વામ!, જે વિત્ત આપે અમ પ્રત્યે, તે કરીએ વળી કામ. ધિગ. ૭ મુનિ મુખથી સાંભળી, શેઠ થયા રે ઉદાસ; હવે શું કરવું માહરે ?, કયાંથી લાવવી રાસ?. ધિગ ૮ ઈહાં કણે હારે કઈ નહિ, સગે ઓળખીતે મિત; પિકારું કોની કને ?, થઈ પીડા મુજ ચિત્ત ધિગ. ૯
વ્યાપાર બંધ કરું કદિ, તે જાએ મુજ લાજ; ઈમ શેઠ મનમાં ચિંતવે, શું કરું હું હવે કાજ ?. ધિગ. ૧૦ એમ ચિંતા કરતો હવે, ગયે મહીયારી ગેહ;
પુલકિત વદને તેહને, પૂછે ધરી બહુ નેહ. ધિગ. ૧૧ આજે કેમ ઉદાસીયા ?, દીશે છે અહી શેઠ, “ વળતું અમરદત્ત બોલીયે, સાંભળ કહું છું નેઠ. ધિગ. ૧૨ મ્હારી લાજ જવા તણે, આ વખત જ એહ, મુનિએ ગેટે વાળી, કહેવું કેને તેહ?. 'બિગ ૧૩ કયાંથી પૈસે આપ ?, તેથી ઉદાસીન ચિત્ત; કલંકિત જીવન જીવતાં, મહારે મરવું ખચીત. ધિગ. ૧૪ ચેતાવવા આવ્યો તુજ કને, હવે જાઈશ મુજ ગેહ, મરણ શરણ હારે હ!, એમ કહીં ઉઠ તેહ. ધિગ. ૧૫ એમ સુણી સા સુંદરી, આપે ધીરજ તામ; આકળા આમ કાં થાઓ છો?, સમતા ધારે સ્વામ!. ધિગ. ૧૬ હવે સહુ કે તમે સાંભળે, એક મને રે સદાય; એકવીશ ઢાળ પૂરી કરી, રામચંદ્ર ઉમાય. ધિગ. ૧૭
૧ પૈસે. ૨ હસ્તે મોઢે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com