________________
૩૫
નૃપના આગ્રહને વશે, જનગણ બહુ આવંત, દેરા તંબુ રાવટી, ઉતારા કરી આપત. મેદીખાને જઈ જ, જે જોઈએ તે લેય કકલ બાપ પણ તિહાં, આદર માનથી દેય. આવનાર લેકે સહુ, રાજી થયા અપાર; તે દેખી નૃપ ચિંતવે, કક લીધ સંભાર. એમ દિવસે ઉછરંગમાં, જાતાં ન લાગે વાર; લગ્ન તણું દિન આવિયું, સહુને હર્ષ અપાર. વરડે કુંવર ચડયે, શોભા તણે નહિ પાર; ધવળ મંગળ ગાવે તિહાં, ગેરી મળી તે વાર. ગણિકા નાચે આગળ, વાજે વાજા અનેક એમ આડંબરે ચાલતાં, આવે તારણે છેક. પિખણાં લેઈ પધરાવીએ, વરને માયરામાંય; ચેરી બાંધી ચેકમાં, બહુલી શોભા બનાથ. જોષી જોષ ભણે તિહાં, મંત્રોચ્ચાર કરત; તિલને સરસવની તિહાં, દ્વિજ આહૂતિ આપત. ૯ વિધિપૂર્વક વર કન્યકા, ચેરીએ ચડયા તે વાર; મંગળ ફેરા ફેરવ્યા, ધરી આનંદ અપાર. ૧૦ તવ વરે કન્યા બેહને, પધરાવ્યા છે આગાર; સાજન સંતોષ્યા નૃપે, કરી પહેરામણું સાર. ૧૧ રજા મેળવી ભૂપની, પહોંતા નિજ નિજ ધામ; હવે ભવિજન ! તમે સાંભળો, કસ્તુરી જે કરે કામ. ૧૨ ૧ ઘણુ માણસ. ૨ બ્રાહ્મણ ૩ ઘર વિશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com