________________
નૃપને તમે વાત મત કહેશે, અમે મેદીખાનું નવ લીધું રે; અમે અલિક કહ્યું તવ રાયને, અમ પાસે નથી સીધું રે. ૧૩ માટે સજન જાણું તમને, કીધી ગુઝની વાત રે; એમ સુણીને તવ કકલ કહે, અમને આમ પિશાશે રે. ૧૪ હોય જે મરજી તમારી દેવાની, તે અમે લહીયે ખંતે રે, પૈસા મળશે વિવાહ વીયે, સુણ અંગુલી દીયે દંતે રે. ૧૫ લાજ પોતાની રાખવા માટે, શેઠે કબૂલ્યું તેહ રે; માલ સહિત વખારજ દીધી, ચલી આવે તવ ગેહ રે. ૧૬ કરતૂરીને સઘળી વાતે, કહી સંભળાવી એમ રે; તે સુણી સા અતિ મનમાં રીઝી, હવે આગળ થશે એમ રે. ૧૭ એકેક વ્યવહારીને નિશદિન, મુનિમ બેલાવી ભાંખે રે, વખાર જેશે તમારી અમને, એવાં વચન તેને દાખે રે. ૧૮
કરકજ જેડી તે પણ તેને, સહ માલ વખારે આપે છે, વાયદા કીધા છ મહિનાના, ધન આપવાના બાપે રે. ૧૯ રસ્વલ્પ મૂલ્ય તેને આપે લેવે, મનમાં રાજી થાવે રે, આમ બુદ્ધિના બળથી કકલ, લક્ષ્મી ઘણું ઉપાવે રે. ૨૦ હવે ભવિયણ ! તમે ભાવે નિસુણે, કૌતુક થાવે આગે રે; આળસ નિદ્રા ને વિકથાને, પરિહરજે વડ ભાગે રે; ૨૧ કર્મસિંહ સૂરિરાજને બાળક, રામેંદુક કહે એમ રે; તેરમી ઢાળે અધિક રસાળે, સાંભળ ધરીને પ્રેમ રે. ૨૨
દોહા દેશે દિશે કંકોત્રીઉં, મકલી રાયે તામ; આવજે વિવાહ ઉપરે, કુંવર તણે ધરી હામ.
૧ હાથ ૨ ડો. ૩ રામચંદ્રજી મુનિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com