________________
તે તુમ માલ ખરીદશે રે, વ્યાપારીએ ઉત્તર દીધ માલ ધણી એમ સાંભળી રે, વાત તણું ગુઝ લીધ. ભ. ૬ કકલ પાસે આવીને રે, માલ પણ કહે એમ; અમ ગાડાં ચૌટે ઉભાં રે, માલ લીયે ધરી પ્રેમ. ભ. ૭ મુનિમ કહે હા ભાઈઓ રે!, ચાલ જોઉં તે માલ; જે અમ સરીખે તે હશે રે, તે અમે લેશું ચાલ ભ. ૮ એમ કહી કકલ ચાલીયે રે, માલ ધણની રે સાથ; માલ જોઈને તે કહે રે, શું લેશે તમે આથશે. ભ. ૯ વળતું કહે તે મુનિમને રે, બજાર ભાવે રે તે અમને પિસા આપજે રે, માય ભરી ઘો ગેહ. ભ. ૧૦ કકલ કહે પરવડે નહિ રે, અમે તો દેશું આ ભાવ; જો તમને પોશાએ તો રે, અમને ઘો તમે દાવ. ભ. ૧૧ માલ વહેંચનારા એમ કહે રે, શેઠ શું કહો છો રે વાત ?, સામાં દામ અમ ઘર તણું રે, દેવાં પડે અહો તાત ! ભ. ૧૨ એ અમને કેમ પરવડે રે ?, વિચારી જુઓ તમે મન, અમે ગરીબ માણસ અછું રે, દુઃખી અમારાં તન ભ ૧૩ વળતું મુનિમજી એમ કહે છે, જે તમ ઈચછા રે હૈય; તે ઘો માલ એ અમ ભણી રે, નથી જોરાવરી કેય. ભ. ૧૪ એમ સુણી માલ ધણી કહે રે, અમને પિશાએ ન એમ; ખેર કરતા ચાલતા થયા રે, આપણે કરવું કેમ?. ભ. ૧૫ જે માલ વહેંચીએ આપણે રે, તે જાએ સામીરે ખોટ; રાખ્યો પણ પરવડે નહિ રે, રાખે ન રહે ખાવા લેટ. ભ ૧૬ એવા વિચાર કરતા થકારે, શકટ કને આવંત ચોરાશી ચૌટા દેખીને રે, સહુનાં મન ઉલસંત. ભ. ૧૭
૧ પૈસા. ૨ છોકરાં છેવાં. ૩ ગાડાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com