________________
૨૮
ઢાળ ૧૧ મી
[ રત્ન ગુરૂ ગુણે મીઠડારે–એ દેશી ] મુનિમ સાંભળવા સજજ થયે રે, સતી ભાંખે તેણું વાર; પહેલી શરત એ આપણું રે, આપણા ગામ મુઝાર.
સતી ભાંખે સુણે વાતડી રે. એ ટેક. ૧ માલ વહેંચવા નિત્ય આવે છે રે, શકટો પાંચસેં જામ; વિવિધ જાતિનાં કરિયાણુકે રે, લાવે છે ધરી હામ. સ. ૨ આપણે સિવાય આ ગામમાં રે, માલ ખરીદે ન કાય; એમ બંદેબસ્ત ગૃ૫ કરે રે, વળી ભાંખું સુણ સેય સ. ૩ બીજી શરત વળી એહવી રે, નૃપને કહેજો આમ; માલ જે અમે ખરીદીએ રે, તે રાખવા જેશે ઠામ. સ. ૪ નગરમાંહે આજ્ઞા કરો રે, કકલ બાપે કહે જાસ; તે તે પિતાની વખારને રે, ખાલી કરી આપે ખાસ. સ. ૫ એમાં કોઈ ખલખંચ કરે રે, રાય ગુન્હેગાર તેહ તેને શિક્ષા થાશે પૂરતી ૨, રાઉલર આપ્યું છે એહ. સ. ૬ ત્રીજી શરત વળી આપણું રે, નૃપને સંભળાવજે એમ; રાજકુંવરના વિવાહ પછી રે, બીજે દિને ધરી પ્રેમ. સ. ૭ પિસા આપવા અમ ભણી રે વિલંબ ન કરશો કેય; માલ ખરીદ્યો જેહને રે, તેહને આપવા જેય. સ. ૮ એહ શરતે જે અમ તણી રે, તમે કબૂલે ૪ભૂકંત !, તે મેંદીખાનું તેમ તણું રે, અમે રાખીએ ધરી ખંત સ. ૯ ઈત્યાદિક સહુ વાતડી રે, કરજે થઈ હુશીઆર એમ ભલામણ મુનિમને રે, આપી સતીએ તે વાર, સ. ૧૦
૧ ગાડ. ૨ હર્ષ ૩-૪ રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com