________________
૨૭ માટે મંડાણે આદર્યો, રાજકુંવરને વિવાહ હે; સાજન સંતોષી તેડીયા, અંહિ ધરીને ઉમાહે હો સુ. ૧૫ વ્યાપારીઓએ લીધું નહિ, મેંદીખાનું તેણ હે; એ વિણ આગત પ્રાહૂણ, કેમ સંતોષીશ સેણ હે?. સુ. ૧૬ એમ ચિંતા કરે ઘણું, પણ કાંઈ ન સૂઝે હે; એહવે ત્યાં શું નીપનું ?, પુણ્ય કારજ સીઝે છે. સુ. ૧૭ દશમી ઢાળ પૂરી થઈ, રામ કહે ઉજમાળ હે; ગુરૂપદ પંકજ ભંગ હું, કરું જીવન રસાળ છે. સુ. ૧૮
દેહરા
કર્ણોપકરણે સાંભળી, સતીયે એવી વાત; નૃપે મહાજન તેડી, હર્ષિત સાતે ધાત. કઈ પણ વ્યાપારીએ, મેંદીખાનું ન લીધ; તે મહારે સહી રાખવું, એમ મન નિશ્ચય કીધ મુનિમને તવ તેડીયે, તે પણ આ તામ; મુજને કેમ લાવી ?, કહે જે હોય તુમ કામ. ૩ વળતું કહે સા સુંદરી, બાપા ! સુણ મુજ વાત; થશે નૃપતિના કુમરને, લગ્નોત્સવ ભલી ભાત. મેદીખાનું કોઈ પણ, વ્યવહારિએ નવ લીધ; તે આપણે લેવું સહી, એ નિશ્ચય મેં કીધ. પણ જે રાજા આપણી, શરતે કબૂલે જેહ, મેં ધરી મુજ મન વિષે, તે સુણજે ધરી સ્નેહ. ૬
૧ આવેલા. ૨ મહેમાન. ૩ ગુરૂનાં ચરણ રૂપ કમળમાં. ૪ ભમરા સમાન. ૫ એક કાનથી બીજે કાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com