________________
ર૫
દેહરા હવે સુખભર રહેતા થકા, વર્ષ જુગલ વિનંત, એહવે શું ત્યાં નિપનું?, તે સુણજે વિરતંત. ધરાપતિના સુત તણું, વિવાહ તણું મંડાણ; કરે તૈિયારી અતિ ઘણી, સાજન મળી સુજાણ નૃપતિ મન એમ ચિંતવે, મ્હારે છે એક પુત્ત, મુજ અવસર આ સાંપડયો, લહું લાવે ખરચી વિત. ૩ લચ્છીક ફેર આવી મળે, પણ અવસર નહિં આવત; અવસર ચૂકા મેહુલા, વરસી કાંઉં કરંત. માટે અવસર ચૂકું નહિ, એમ વિચારી તામ; નગર તણું વ્યાપારીઓ, બેલાવ્યા ધરી હામ.
વ્યવહારીઓ આવીને, ઉભા જોડી પાણ રાજન્ ! કેમ આમ તેડીઆર, શી છે તેમચી આણ? ૬ સાદરે સહુને બેસાડીયા, નૃપ થઈને ખુશી બાળ; હાઈ પોતાનું હવે ઈહાં, કહેશે હૃદય ખુશાળ. ૭
ઢાળ ૧૦ મી
[ ચિત્ત કહે બ્રહ્મરાયને–એ દેશી.] વળતું કહે રાજા તિહાં, સહુ સાંભળતાં એમ હો; તુમને જે ઈહાં બોલાવીઆ, સુણજે ધરીને પ્રેમ છે.
સુણે ભવિ પ્રાણુ! હે. ૧ મ્હારા કુંવર તણે હિાં, વિવાહ શુભ થાય હો; તે ભણી તમને આજ મેં, બોલાવ્યા આંય હો. સુ. ૨
૧ એ. ૨ રાજાના ૩ લક્ષ્મી. ૪ વ્યાપારીઓ. ૫ હાથ. ૬ આઝા, હુકમ. ૭ આદરથી, પ્રેમથી. ૮ મનમાં કહેવા ધારેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com