________________
ક
જીરે મારે ખાલી જોઈને તેહ, મન રળીયાત થઈ તદાક જીરે મારે ઉપલ લઈને તેહ, હાથે પટારો ભર્યો મુદા. ૫ જીરે મારે તાળું મારી તાસ, ગાઢી મુદ્રા તવ કરી; જીરે મારે પાડાસણને પુત્ત, પાસે બોલાવીને કરી. ૬ જીરે મારે મીઠે વયણે તામ, બાળકને સા કહે તદા જીરે મારે મારે છે એક કામ, તું કરીશ કે નહિ મુદા? ૭ જીરે મારે બાળક કહે તવ એમ, હા હું કરી આપીશ ભલે; જીરે મારે સુખેથી કહો માત !, જાઉં ઉતાવળે આ પવે ૮ જીરે મારે સતી કહે તે વાર, મુજ સ્વામીને મુનિમ છે; જીરે મારે તેને તેડી આવ, કકલ તેહનું નામ છે. ૯ જીરે મારે એમ સુણી તે બાળ, દેડી તેહને ઘર ગયે; જીરે મારે કરજેડી કહે તામ, તુમ સરીખે કારજ ભયો. ૧૦ જીરે મારે મુનિમને કહે તવ બાળ, અમરદત્ત તુમ શેઠીયે; જીરે મારે તેહની જે ઘર નાર, તુમને ત્યાં બોલાવિયે. ૧૧ જીરે મારે વસને પહેરી અંગ, સ્વઘરથી તવ ચાલીયે; જીરે મારે અનુક્રમે ચાલતાં તેહ, શેઠાણું ઘર આવિયે. ૧૨ જીરે મારે શેઠ ત્રિયને કહે તામ, કેમ મુજને તમે તેડી?, જીરે મારે કસ્તૂરીએ તવ તાસ, સાદરથી બેસાડિયે. ૧૩ જીરે મારે વળતું કહે સા એમ, વિનતિ મુજ અવધારજે, જીરે મારે એક વખત દરાજ, મુજ મંદિરીયે આવજે. ૧૪ જીરે મારે તમ સરિખા જે વૃદ્ધ, આવે અહર્નિશ મુજ કને, જીરે મારે સુખે જાએ મુજ દિન, તેથી આનંદ મુજ મને. ૧૫ જીરે મારે સાંભળી એવાં વણ, કકલ બાપે અંગીક્ય; જીરે મારે સુણી હરખી સા મન, મુજ સઘળાં કારજ સર્યા. ૧૬
૧ પત્યા. ૨ સીલપેક કર્યો. ૩ કપડાં. ૪ સત્કાર સહિત. ૫ હંમેશ. !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com