________________
દેહરા અમરદત્ત મન ચિંતવે, ત્રિય હઠીલી જાત, શિક્ષા આપવી એહને, એ છે સીધી વાત. સકળ વ્યાપાર સમેટીને, લક્ષ્મી કરી એકત્ર મંજુષામાં નાંખીને, મારી તાળું તત્ર. દઈતા પાસે આવીને, ભાંખે એવાં વયણું હું પરદેશે જાઉં છું, સાથે લઈ સહુ સયણ. માસ એક તુજ ચાલશે, ઘર છે એટલું અન્ન; હવે રહેજે તું શાંતિમાં, જેમ ફાવે તુજ મન. પણ મેં જે બેલે કહ્યા, કરી બતાવજે તેહ; ત્યાં સુધી તું એકલી, રહેજે તાહરે ગેહ. એમ કહી ચાલી નીકળ્યા, અમરદત્ત કુમાર; હવે શ્રોતાજન ! સાંભળો, નિદ્રા વિકથા વાર.
ઢાળ ૬ ઠી - [જીરે મારે જાગ્યો કુંવર જામ-એ દેશી.] જીરે મારે સતી વિચારે ચિત્ત, પતિ રીસાઈને ગયા છે. જીરે મારે હાંસીથી થઈ હાંણુ, ટૂંકી મતિની કહીત્રિયા.છરેજી.૪૧ જીરે મારે હવે મહારે કરવું કેમ?, કિહાં જાઉં કેહને કહું ? જીરે મારે ઉદ્યમનું હવે કામ, જેથી કાર્ય સીઝે સહ ૨ જીરે મારે રેયા ન મળે રાજ, ડાહ્યા પુરૂષે એમ કહે; જીરે મારે તે ઉદ્યમ કરું અહિં, તેજ વચન મારૂં રહે. ૩ જીરે મારે એહ કરી વિચાર, ફરવા લાગી ઘર મહિં; જીરે મારે જોઈ સયલ આગાર, દીઠે પટારો એક તહિં. ૪
૧ સ્ત્રી. ૨ પેટીમાં. ૩ સ્ત્રી. ૪ કુટુંબિ. ૫ આખું. ૬ ઘર.
* દરેક લીંટીએ “જીરે' બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com