________________
અભિમાન ચકે તું ચડીરે, તુજને ભાંખું એહ, હજી પણ ફરીથી વિચારીનેકહે સાચું હોય જેહ. સુ. ૭ ત્રિય પણ હઠથી તે કહે, મેં ભાંખી જે વાત, એમાં ફેર નથી જરીરે, કેમ ખીજે મુજ કાંત! ?. સુ૮ એમ સુણીને કમર કહેજે, મુજથી પરહી જાય; કામ નહિ ઈહિાં તાહરૂ, એમ કહું છું વાય. સુત્ર ૯ ધવ વયણે એહવાં સુણીરે, દયિતા ઉઠી તામ; અમર કહે સુણ સુંદરી રે!, મુજ વયણે તું આમ. સુ. ૧૦ પૂર આડી તું લેખવેરે, તે આટલાં કામ કરે; મુજ પિતરોની લાજનેરે, વધારજે ગુણ ગેડ સુ. ૧૧ મારા વિના તું પુત્રનેરે, ઉત્પન્ન કરજે એક વળી વ્યાપાર ચલાવજેરે, રાખીને તુજ ટેક. સુ ૧૨ જા અળગી હવે મુજથીરે, તારા મહેલ મુઝાર; ત્રિય સ્વભાવે સા તદારે ઉઠી ચાલી તે વાર. સુ. ૧૩ પોતાને ભુવને જઈ, આસને બેઠી તામ; કરે વિચારો મનમાંરે, હઠથી કીધું મેં આમ સુ. ૧૪ પતિ આગળ જઈ વનવુંરે, પડીને હું તસ પાય; માફી માંગું ભૂલનીરે, તે મુજ શાન્તિ થાય સુ. ૧૫ એમ ચિંતી ઉઠી યદારે આવ્યું અભિમાન તામ; મારી વાત જૂઠી નહિરે, સા બેસી ગઈ ઠામ. સુ. ૧૬ હવે શ્રોતાજન! સાંભળે, સતીના પતિની વાત સુણતાં સાતા ઉપજે, મિષ્ટ આગળ “અવદાત. સુ. ૧૭ પાંચમી ઢાળ પૂરી થઈ, રામેંદુ કહે તામ; નાગૅદુ9 ગુરૂ રાજનેરે, વંદન કરૂં ધરી હામ. સુ. ૧૮
૧ સ્ત્રી. ૨ સ્ત્રી. ૩ પહેલાં. ૪ ઘેર. ૫ હકિકત. ૬ રામચંદ્રજી મુનિ. ૭ નાગચંદ્રજી સ્વામી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com