________________
કનકદા તવ શેઠ, ઉલ્લટ મનમેં ધારીરી; આપે ધીયને આથ, કન્યા દાન ખરીરી. સાજન મહાજન લેક, પામ્યા હર્ષ અપારી, હારાવે તદા શેઠ, સાસરીએ તે કુમારી. અનુક્રમે દંપતિ ચાલ, આવ્યા મહેલ મુજારી; સતી આવી પતિ પાસ, દિલમાં હર્ષ અપારી. અમરદત્ત કહે એમ, એક મુજ વાત ખરીરી, પ્રશ્ન પૂછું તુજ એક, સાંભળ દિલડું ધરીરી. તવ સતી કહે કર જેડ, સ્વામી! હું દાસી તુમારી; જે ઈચ્છા હોય આ૫, મુજને ભાંખો મુરારી! મુજ મતિને અનુસાર, આપીશ ઉત્તર ધારી, અમરદત્ત સુણ એમ, થયો રળીયાત મનાવી. પૂછશે શું તે કુમાર, સાંભળો સહુ નર નારી; આગળ વાત રસાળ, શ્રોતાને સુખકારી. ચેથી ઢાળ રસાળ, એ મુનિ રામે ઉચ્ચારી; નિયતિહરિ સુપસાય, મુજ મન હર્ષ અપારી.
દેહરા અમરદત્ત ત્રિયને કહે, જે મુજ મન વિચાર, તે ભાંખું છું તુજને, સાંભળ થઈ હશયાર. મેજ અને આડી મહિં, કેને ગણુ પૂરી, જે ઉત્તર મન માનતે, મળશે મુજને મધુર. તે ગૃહસ્થાશ્રમ આપણે, ચાલશે સુખે સમાધ; વિચાર પૂર્વક આપજે, ઉત્તર તું નિરાબાધ. ( ૧ દીકરીને. ૨ દાયજો. ૩ પહેલા.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com