________________
ઢાળ ૪ થી [ રામચંદ્ર બાગ, ચાંપે મેરી રહ્યોરીએ દેશી. ]
કર્મદત્ત કહે તામ, તુમ જાગ્યાં પુણય ખરીરી; અમરદત્ત મુજ મિત્ર, વાત તે કબૂલ કરીરી. હવે તમે થઈને તૈયાર, વેવિશાળ કરારી; પરિશ્રમે સમજાવ્યો એહ, હવે ન વિલંબ કરી, એમ સાંભળીને શેઠ, સગપણ તુરત કરી રી વહેંચાં ફળ પાન, મનમાં ઉલ્લટ ધરીરી. સાંભળીને સહુ કોય, વાતો એમ કરીરી; જુગતી જોડી મળી એહ, પુણ્યની વાત ખરીરી. શેઠ વિચારે લગ્ન, કરવું મુહૂર્ત ભલેરી;
લાવ્યા જોષી તામ, આવ્યા તેહિજ પહેરી. જોષી જેષને જોઈ, આપે દિવસ તદારી, લગ્નની કરે તૈિયારી, ઉલટ અંગે ઉદારી. ઉભયનાં સદન મુઝાર, મહોત્સવ થાય અપારી; એમ વ્યતિક્રમતાં તે દિન, લગ્નનું આવ્યું યદારી. અમરદત્ત કુમાર, ચડયે વરઘોડે તદારી; વાગે નગારાં નિશાન, વાજિંત્ર વિવિધ અપારી. અનુકમે ચાલતાં તેહ, આવ્યા શ્વસુર ઘરેરી, સાસુએ પખણુ લેઈ પધરાવ્યા માહેરરી. વેદીયાઇ ભણે ત્યાં વેદ મંત્રોચ્ચાર કરી; મંગળ ફેરા ચાર, ફેરવ્યા હર્ષ ધરેરી. ૧૦
૧ સગપણ ૨ ઘર- ૩ સાસરાને ઘરે. ૪ વેદ ભણેલા બ્રાહ્મણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com