________________
સખીયુંના પરિવારથી રે, દીઠા ત્યાં મુનિરાય રે ભાઈ. ૧૪ અતિ હર્ષે મુનિરાયને રે, ભક્તિ ભર વિનયે; નમન કરે ભાવે કરી રે, માની સાચા સયણ રે ભાઈ. ૧૫ સુખસાતા પૂછી કરી રે, બેઠી સખીની સાથ પ્રશ્નાદિક પૂછે ભલા રે, વિનયે જોડી હાથ રે ભાઈ. ૧૬ હવે ભવિયણ! તમે સાંભળો રે, આગળ વાત રસાળ; રામચંદ્ર મુનિયે કહી રે, સુંદર બીજી ઢાળ રે ભાઈ. ૧૭
દેહરા ગુરૂ આગમ નિસણી કરી, અમર કુમર તે વાર; મિત્ર સંગાતે આવી, ધરી અંતરમાં પ્યાર. ગુરૂ વાંદી બેઠે તિહાં, દીઠી તિહાં સા બાળ; વિનય વિવેક દેખી કરી, મનમાં થયે ખુશાળ,
પુરૂષાગમન દેખી કરી, વંદી ગુરૂનાં પાય; - કન્યા આવી નિજ ઘરે, મન રળીયાત થાય.
કમરે મુનિ દેશન સુણી, રઝા અતિ ચિત્તમાંય, ગુરૂ વાંદી ઘર આવતાં, પૂછે મિત્રને ત્યાંય. કણ બાળા કેની ધુઆ,૩ હતી તે કહેને મેય પ્રત્યુત્તરમાં અમરને, વળતું પભણે સેય." તારે શું કારણ એ છે, જાણણ તેહનું ગુ; વળતું અમર તેને કહે, અમથું પૂછું તુજ. તે સુણી કર્મદત્ત કહે, જે પરવા ખાસ; ખરા દિલથી મુજને કહે, પૂરૂં તુજ મન આશ. એમ સુણી કુમર કહે, હા પરણું એ બાળ; ગુણ મંજુષા તે અ છે, ગજ ગતિ એ તસ ચાલ. ૮ ૧ આવવું. ૨ માણસનું આવવું. ૩ દીકરી. ૪ મુજને. ૫ તે. ૬ પેટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com