________________
તવ અમરદત્ત એમ ભણે રે, વિચારી એક વાત, સદગુણું જે શ્યામા મળે છે, તે પરણું હું બ્રાત ! રે ભાઈ. ૩ વચણ સુણીને કુમારનાં રે, મૌન ધરી રહ્યો મિત્ર, એહવે ત્યાં શું નીપનું રે, તે નિસુણે હવે અત્ર રે ભાઈ. ૪ તેહ નગરમાં હું વસે રે, કનકદર એક શેઠ, ધને ધનદર સમાન છે રે, લચ્છીક કરે તસ વેઠ રે ભાઈ. ૫ કનકમાળા તસ ગેહિની રે, રૂપે ઝાકઝમાળ; પતિભક્તા સાચી સતી રે, સુખમાં વીતાવે કાળ રે ભાઈ. ૬ સંસારિક સુખ જોગવે રે, દંપતિ પૂરે સ્નેહ જાતે કાળ જાણે નહિ રે, સુખભર રહેતાં શેહરે ભાઈ. ૭ કનકમાળાના ઉદરમાં રે, ઉપને કોઈક જીવ, માતા મન હર્ષિત થઈ રે, વિકસિત અંગ અતીવ રે ભાઈ. ૮ ગર્ભની સ્થિતિ પૂરી થઈ રે, પ્રસવી પુત્રી રતન; દેખી દિદાર સુખ ઉપનું રે, કરે ઘણું સ યત્ન રે ભાઈ. ૯ બારમે દિવસે સ્થાપીયું રે, કસ્તુરી તસ નામ; અનુક્રમે સા વધતી થઈ રે, સાત વરસની જામરે ભાઈ. ૧૦ પઠનશાળાએ પાઠવી રે, કરવા વિદ્યાભ્યાસ, ચતુરાની ચોસઠ કળા રે, શીખી ધરી ઉ૯લાસ રે ભાઈ. ૧૧ કનકમાળા નિજ પુત્રીને રે, શીખવે શુદ્ધ આચાર; ધર્મ કળા પણ શીખવે રે, અંતરમાં ધરી ખાર રે ભાઈ. ૧૨ યૌવન વય આવી યદા રે, ખીલ્યાં સઘળાં અંગ; માનું રંભા ઉરવસીરે, રહેતી સખીયન સંગ રે ભાઈ. ૧૩ એકદા કીડા કારણે રે, ઉપવનમાં તે જાય;
૧ શ્રી. ૨ કુબેર ભંડારી. ૩ લક્ષ્મી. ૪ આકૃતિ–ચહેરા. ૫ કન્યાશાળામાં. ૬ સ્ત્રીની. ૭ ઇન્દ્રની અપચ્છરા. અસરા-ઉર્વશી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com