________________
માટે સ્નેહે સાંભળે, સ્થિર કરી મન વચ કાય; રસ પ્રપતિ એ કથા, સાંભળતાં સુખ થાય. , ૯
ઢાળ ૧લી
[ દેશ મનહર માળવે–એ દેશી. ] જબૂદ્વીપ લખ જેણે, ખ ખંડે અભિરામ, લલના. ગંગા સિંધુ વિતાત્યથી, ખંડ થયા પટ આમ. લલના.
નેહલ થઈ શ્રોતા ! સુણે. ૧ મધ્ય ખંડે ભાતે, રૂડો દેશ કલિંગ, લલના. ગિરિર સરિતાથી ઓપતે, સર્વ દેશમાં ઉત્તગ. લલના. ૨ પાટ નગર તે દેશનું, કંચન પુરવર સાર; લલના. ધન ધાન્ય કરી પૂરીયું, સુખીયા સહુ નર નાર. લલના. ૩ તે નગરીને રાજી, જિતશત્રુ વર ભૂપ; લલના. રાજ્ય ગુણે કરી રાજત, સમૃદ્ધિવંત અનુપ. લલના. ૪ તે નૃપની પટરાગિણી, ધારિણે નામે પ્રધાન લલના. ધમીં સદગુણ ધારિણી, નુપ વિશ્વાસનું સ્થાન. લલના. વર્ણ અઢાર તિહાં વસે, કરે વણિજ વ્યાપાર, લલના. ધર્મ કર્મ સમાચરે, નહિ વ્યસનને પ્રચાર. લલના. નગરશેઠ તે પુર ત, સાગરદત્ત ઈશ્ય નામ; લલના. અનુપમ અંગના તેહની, લક્ષમી નામે ઉદ્દામ. લલના. ૭ સુખભર રહેતા દંપતિ, જતે ન જાણે કાળ, લલના. દાન પુણ્ય કરણી કરે, દુથિત જન પ્રતિપાળ. લલના. ૮
૧ ભરેલ. ૨ છ. ૩ પર્વત. ૪ નદીથી. ૫ પટરાણું. ૬ શ્રી. ૭ દુઃખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com