________________
૧૦૮ દેહરા
કમળ કુમર ગુરૂ સન્નિધે, શ્રાવકનાં વ્રત લીધ; બીજા પણ કઈ જને, લીધા નિયમ વિવિધ. ધન્ય દિવસ તેહ માનતા, મુનિ વંદી નર નાર; આવે નિજ નિજ મંદિર, પ્રશંસતા અણુગાર. શ્રીમતી ગુરૂને હવે, ધર્મ–ચશા મુનિરાજ; આર્યાજી કસ્તુરીને, સેંપે આપી હાજ. કર્યો વિહાર મુનિ મંડળે, જનપદમાં વિચરંત; સ્થિવિર કને નૂતન મુનિ, અંગ ઈગ્યાર ભણંત. ૪ વિનય કરે સહુ મુનિ તણે, અંગે તજી પ્રમાદ, સાધુ વિહિત આચારને, પાળે તજીને વાદ.
યતિધર્મ આરાધતા, પરિષહ સહે બાવીશ; દંભ રહિત કિરિયા કરે, જે ભાંખી જગદીશ.
વાળ ૩૭ મી [એ વ્રત જગમાં દીવો મેરે પારે–એ દેશી.] અમરદત્ત મુનિ મહા વૈરાગી, સિંહ પરે સંયમ પાળે; (વિપુળ જ્ઞાન મેળવ્યું ગુરૂ પાસે,
આતમ ગુણ અજવાળે. હે ભવિકો ! સંયમ પદ આરાધ, જેહથી શિવ પદ સાધે હો ભવિકે! સંયમ. એ ટેક ૧
૧ ગુરૂ સમીપે. ૨ દેશમાં. ૩ શાસ્ત્રના જાણકાર અનુભવી વૃદ્ધ સાધુઓ. ૪ નવ દીક્ષિત. ૫ સાધુને આચરવા યોગ્ય. ૬ સાધુના ધર્મને. ૭ તીર્થંકરએ. ૮ ઘણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com