SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હકૂમત–એ–આઝાદ-હિંદ “આમાંના કેટલાક ગરીબ માણસોએ મારી પાસે આવીને, એમની પાસે જે કંઇ રોકડ રકમ હતી તે બધી જ આપી દીધી છે, એટલું જ નહિ પણ એમની સેવિંગ બેન્કની પાસબૂક પણ મને સોંપી દઈને, આખી જિંદગીની સવ બચત કમાણી મને દઈ દીધેલ છે. મલાયાના હિંદીઓમાં એવા ધનિકે નથી શું કે જેઓ એ જ રીતે આગળ આવીને કહે કે “આ રહી મારી બૅન્ક-બૂક–હિંદની આઝાદીના કાર્ય માટે !” “હિંદી પ્રજા આત્મ-ભોગ અને કુરબાનીના આદર્શમાં માને છે. હિંદુએમાં સંન્યાસીને આદર્શ છે અને મુસ્લિમ બિરાદરમાં ફકીને આદર્શ છે. આડત્રીસ કરોડ માનવઆત્માઓને મુક્ત કરવા કરતાં વધુ મહાન, વધુ ઉમદા અને વધુ પવિત્ર બીજું કોઈ કાર્ય હોઈ શકે ખરું? મલાયા પાસેથી હું અત્યારે દશ કરોડ રૂપિયાની માગણી કરું છું. મલાથામાંની હિંદી મિલકતના દશ ટકા જેટલું જ એ છે.” જ્યારે ફાળે શરૂ થયો ત્યારે લગભગ સિત્તેર લાખ ડોલર તે ત્યાં ને ત્યાં ભેગા થઈ ગયા. ત્યાર પછીના ચોવીસ કલાકમાં ભેગી થએલી કુલ રકમને આંકડે એક કરોડ ને ત્રીસ લાખ જેટલો છે. જર્મનીના પરદેશપ્રધાન, હેર ફેન રિબન પે નેતાજીને એક સત્તાવાર તાર મોકલીને જણુવ્યું છે કે જર્મન સરકાર નવી સ્થપાયેલ આઝાદ હિંદ સરકાને માન્ય રાખે છે. એ જ રીતે આઝાદ બર્મા અને આઝાદ ફિલિપીનની સરકારે આઝાદ હિંદ સરકારને માન્ય રાખેલ છે. ઓકટોબર ૧૮, ૧૦૪ નેતાજીએ આજે દુનિયાના અખબારનવેશ સમક્ષ નાન કલબમાં નીચે પ્રમાણે કહ્યું: આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાથી મારા રાજકીય જીવનું બીજું સ્વપનું સાચું પડયું છે. પહેલું સ્વપનું રાષ્ટ્રિય, ક્રાતિકારી લકર ઊભું કરવાનું હતું. હવે માત્ર એક જ સવનું સફળ થવું બાકી છે. એ છે યુદ્ધ ખેલીને અમારી આઝાદી પ્રાપ્ત કરવાનું..... આખી આલમ જાણે જ છે કે રાષ્ટ્રીય હિંદ તે કેટલાય સમયથી બ્રિટનની સામે ઝૂઝી રહ્યું છે. તેમ છતાં, આઝાદ હિંદની કામચલાઉ સરકાર પહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy