SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની ઉષા નેતાજી ગાંધીજી વિષે આ પ્રમાણે છેલ્લા “હિંની સ્વાધીનતાના સંગ્રામની તવારીખમાં મહાત્માજીનું શું સ્થાન છે તેનું મૂલ્યાંકન હું કરવા માગું છું. હિંદ અને હિંદની સ્વાધીનતાની જે સેવા મહાત્મા ગાંધીજીએ કરી છે તે એવી અપૂર્વ અને અનન્ય છે કે આપણી રાષ્ટ્રીય તવારીખમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંક્તિ થયેલું રહેશે. “ગયું વિશ્વયુદ્ધ પૂરું થયું અને હિંદી નેતાઓએ બ્રિટને આપેલા વચન અનુસાર એમની પાસેથી સ્વાધીનતાની માગણી કરી ત્યારે એમને માલુમ પડયું કે તર્કથી શાહીવાદે એમને છેતર્યા છે. એમની માગણીના ઉત્તર રૂપે એમને ૧૯૧૯ને રેલેટ એકટ મળે અને એનાથી જે કાંઈ થોડીઘણી સ્વતંત્રતા એમની પાસે હતી એ પણ ખૂંચવાઈ ગઈ; અને જ્યારે એમણે એ કાળા કાયદાની સામે ફરિયાદ કરી ત્યારે જલીવાલાની કતલ મળી. ગયા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદી પ્રજાએ આપેલા સવ આપભોગનાં બે ઇનામમાં એક હતુ કૅલેટ એકટ અને બીજું, જલીઓવાળા બાગની કતલ... “૧૯૧૯ના કણ બનાવ બાદ, હિંદીઓ છેડા વખત માટે સ્તબ્ધ થઈ ગયા હતા, જાણે ઠરી ગયા હતા. સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટેના બધા પ્રયત્ન અંગ્રેજો અને તેમનાં હથિયારસજજ લશ્કરેએ નિદયપણે કચડી નાખ્યા હતા. આશાનું એક કિરણ પણ કયાંય દેખાતું નહોતું અને હિંદની પ્રજા એક નવી પદ્ધતિ અને યુદ્ધના કોઈ નવા હથિયારની શોધમાં, અંધકારમાં આથડતી હતી. આ મહત્વની પળે, ગાંધીજી અસહકાર અથવા સત્યાગ્રહના પિતાના નવા શાસ્ત્ર સાથે તખ્તા ઉપર આવ્યા. એ વખતે એમ જ લાગ્યું કે આઝાદીને માર્ગ હિંદને બતાવવાને માટે ખુદ ઈશ્વરે જ એમને મેકલ્યા છે. એકદમ, એકી સાથે, આખી પ્રજા એમના ધ્વજની આસપાસ એકત્ર થઈ. હિંદને એને તારણહાર મળી ગયો. પ્રત્યેક હિંદીનું મુખ આશા અને શ્રદ્ધાના તેજથી ઝળકવા લાગ્યું. આખરી વિજયની સંપૂર્ણ આશા ફરી એક વાર સૌના અંતરમાં શ્રદ્ધા પૂરતી રહી. “વીસથી વધુ વર્ષ સુધી મહાત્મા ગાંધીજીએ હિંદની મુક્તિ માટે પરિશ્રમ ઉઠાવ્યા છે અને એમની સાથે હિંદની પ્રજાએ પણ એ ધ્યેય માટે તપશ્ચર્યા કરી છે. ૧૯૨લ્માં જે ગાંધીજી એમનું નવું શબ લઇને ન શતર્યા હતા તે, હિંદ આજે પણ શાહીવાદની એડી તળે કચડાતું પડેલું હેત એમ કહેવામાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy