SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ પાલન કરતા અને જરૂર પડયે હસતે મોંએ જિંદગીની કુરબાની આપવા તત્પર એવા સૈનિકોને ભાગ્યે પરાજ્ય જેવી કોઈ ચીજ નથી! તેઓ તે સર્વદા અયજ છે. આ ત્રણ આદર્શ માને-વફાદારી, ધમપાલન અને કુરબાનીને-તમારા અંતરના પટ ઉપર અંકિત કરી રાખજે. ભાઈઓ! હિંદી રાષ્ટ્રની ઈજજત આજે તમારા હાથમાં છે. હિંદની આશાઓ અને મહત્વાકાંક્ષાઓની તમે જીવતી જાગતી પ્રતિમા છે. એવી રીતે વજે કે જેથી તમારા દેશબાધ તમારા ઉપર આશીર્વાદ વરસાવે અને ભવિષ્યની પેઢીઓ તમારા માટે મગરૂબી લઈ શકે. હું તમને ખાતરી આપું છું કે હું અંધકારમાં તેમ જ પ્રકાશમાં, દુઃખમાં તેમ જ આનંદમાં, યાતનાનાઓમાં તેમજ વિજયમાં તમારી સાથે જ રહીશ. અત્યારે તે હું તમને ભૂખ, તરસ, યાતનાએ, અવિરત દેડધામ અને મૃત્યુ સિવાય બીજું કશું જ નથી આપી શકત. હિંદને આઝાદ જોવા માટે આપણુમાંથી કેણુ અને કેટલા જીવતા રહેશે એ મહત્વની વાત નથી. મહરવની વાત એ છે કે હિંદ આઝાદ બનશે અને આપણે એને આપણું સર્વસ્વ આપીને આઝાદ બનાવીશું. ઈશ્વર આપણી ફેજ પર આશીર્વાદ વરસાવે અને યુદ્ધમાં એને વિજયની અધિકારી બનાવે !” - સંધના આગેવાનોને જે અંતરાયે હિમાલય જેવા લાગતા હતા, તે નેતાછની આંખના એક જ સારે ઓગળવા માંડયા છે. આઝાદ હિંદ ફોજની રચના અને તેના હેતુઓની જગત સમક્ષની આ જાહેર રાત અત્યાર સુધી નહાતી થઈ શકી. કારણ કે કિકાન એની વિરુદ્ધ હતે. સંઘની આ એક મેટામાં મોટી ફરિયાદ. સુભાષબાબુએ આ ધરતી ઉપર પગ મૂકો અને વિજય એમને વર્યો. એમના આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિને કિકાનના વિરોધને એવી રીતે ઓગાળી નાખે; જેમ મુશળધાર વરસાદ, મીઠાના કેઈ નાના ઢગલાને ગાળી નાખે ! આવતી કાલે જનરલ ટો ફેજને સલામી આપવાને છે. જુલાઈ, ૧, ૧૯ણ કેટલું ભવ્ય દશ્ય..ફોજ કૂચકદમ કરતી આંખે આગળથી પસાર થઈ અને જનરલ રાજેએ એને સલામી આપી. નેતાજી જાપાનના વડા પ્રધાનની જેલમાં જ ઉભા હતા. આપણે બહાદુર જવાંમર્દી પૌરુશાભરી ચાલે એ બેની પાસે થઈને ચકદમ પસાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy