SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની ઉષા નેતાજીના મુખમાંથી આ વાણીપ્રવાહ વહી રહ્યો હતે. હિંદની આઝાદીકેજના જવાંમર્દો ! “મારા જીવનને આજે ધન્યમાં ધન્ય દિવસ છે. આજે વિધાતાએ મને એક અદ્વિતીય માનને અધિકારી બનાવ્યો છે. એ માન છે-જગત સમક્ષ જાહેર કરવાનું કે હિંદની આઝાદ ફોજનું સ્વપ્ન આજે સિદ્ધ થયું છે. આજે સિંગાપુરના રણક્ષેત્ર ઉપર–એક વેળા બ્રિટિશ શહેનશાહતના અભેદ્ય દુર્ગ સમું ગણાતું એ સિંગાપુરના રણક્ષેત્ર ઉપર-એ સૈન્ય આગેકૂચના આદેશની વાટ જોતું એક પગે ઊભું છે. હિંદને બ્રિટિશ ગુલામીમાંથી આ ફેજ મુક્ત કરશે. આ હિંદી ફેજ હિંદી લકરી આગેવાની નીચે, હિંદી અમલદારોએ ઊભી કરી છે. અને જ્યારે યુદ્ધની ઐતિહાસિક ઘડી આવશે, ત્યારે એ હિંદી સરદારી નીચે જ મેદાને પડશે. એ વાત માટે એક કે એક હિંદી મગરૂબ રહેશે. બ્રિટિશ સલ્તનતના આ કબ્રસ્તાન ઉપર પગ મૂકતાંવેંત, કેઈ બાળક પણ હવે કહી શકે છે કે, એક વેળા જે. સર્વશક્તિમાન મનાતું હતું તે જ સામ્રાજ્ય આજે ક્યારનું યે ભૂતકાળની કેાઈ થટના જેવું લાગી રહ્યું છે. તેં ! સિપાહીઓ ! તમારે યુહનાદ નારા–એ-જંગ-“ચલે દિલ્લી છે. આ આઝાદી–જંગ પછી આપણુમાંના કેટલા જીવતા રહેશે એ હું નથી જાણતા. જાણું છું ફક્ત એટલે કે અંતે આપણે વિજય નિશ્ચિત છે અને વિજય પછી આપણામાંના જેઓ, જીવતા હશે તેઓ. બ્રિટિશ સામ્રાજ્યના બીજા કબ્રસ્તાન સમા પુરાણપ્રસિદ્ધ દિલ્લીના લાલ કિલ્લામાં, વિજસવની કવાયત કરશે ત્યારે જ આપણું કામની પૂર્ણાહુતિ થશે. છે મારી જાહેર કારકિર્દી દરમ્યાન મને હંમેશાં એમ જ લાગ્યા કર્યું છે કે હિંદ બીજી બધી રીતે આઝાદી માટે કટિબદ્ધ છે, પણ એની પાસે એક વાતની ઊણપ છે. એની પાસે આઝાદીની સેના નથી. અમેરિકાને જ :શિંગ્ટન આઝાદીનું યુદ્ધ લડી અને જીતી શકો, કારણ કે એની પાસે સેના હતી. ગેરીબાહી ઈટલીને મુક્ત કરી શકો, કારણ કે એની પડખે એને સશસ્ત્ર સ્વયંસેવકે હતા. હિંદનું રાષ્ટ્રીય સત્ર સરજવાનું માન તમે ખાટી ગયા છે. પોતાના રાજને સદૈવ વફાદાર રહેતા, ગમે તેવા સંગેમાં પણ પિતતાના કર્તવ્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy