SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની ઉષા તેઓ હિંદને આઝાદી આપશે એમ રખે કોઈ માનતા. એ સમાધાનને હેતુ તે હિંદી પ્રજાને બનાવવા પુરત જ ! અને લંબાણભરી મંત્રણાઓને બીજે હેતુ પણ શું હોય? સ્વાધીનતા સંગ્રામને ભેખડે ભરાવી દે અને રાષ્ટ્રીય સંક૯પશક્તિને શિથિલ કરી નાખવી એ જ તે ૧૯૪૧ના ડિસેમ્બરથી ૧૯૪૨ના એપ્રિલ સુધી બ્રિટિશ મુત્સદ્દીઓએ હિંદને બનાવવા માટે એવો જ એક પ્રયત્ન કલે! “માટે આપણે હવે, બ્રિટિશ શાહીવાદ સાથે સમાધાન કરવાની બધીયે ઉમેદાને સદાને માટે છોડી દેવી જોઈએ. આપણી સ્વાધીનતાના પ્રશ્નમાં સમાધાનને સ્થાન જ નથી બ્રિટિશરે અને તેમના સાથીઓ સદાને માટે હિંદને ત્યાગ કરશે ત્યારે જ આઝાદી આવશે. આઝાદી જેમને ખરેખર જોઈતી હોય તેમણે એને માટે લડવું પડશે અને પિતાના રૂધિરથી તેની કિંમત ચૂકવવી પડશે. “મારા દેશબાધ અને દસ્ત! આઝાદીના યુદ્ધને, દેશની ધરતી ઉપર અને દેશની સરહદની બહાર, આપણી પાસે છે તેટલાં શક્તિ અને સામર્થ્યથી આપણે આગળ ચલાવવાનું છે. બ્રિટિશ શાહીવાદના ભુક્કા બેલે અને ભસ્મભંગારમાંથી હિંદી પ્રજા એક વાર ફરીથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રગટે ત્યાં સુધી અનન્ય શ્રદ્ધાથી આપણે સંગ્રામ ચાલુ રાખીએ. “પરાજય કે પીછેહઠને આ સંગ્રામમાં સ્થાન જ નથી. વિજય અને સ્વાધીનતા મળે ત્યાં સુધી આગેકૂચ કર્યું જ રાખવાની.” ભવ્ય ! જૂન ૨૪, ૧૯૪૭ સુભાષબાબુનું એક બીજું વાયુપ્રવચન. સંગ્રામને શંખધ્વનિ થઈ ગયું છે. “મારા કેટલાક મિત્રો ઉમેદ બાંધીને બેઠા હતા કે આંતરરાષ્ટ્રિય કટોકટીની ભીંસને પરિણુમે, બ્રિટન જેવી શાહીવાદી સત્તાઓ, હિન્દ જેવા ગુલામ દેશની સ્વાધીનતાને સ્વીકાર કરશે. પણ એમની એવી બધી ઉમેદો અસ્થાને હતી. તમને ખબર હશે કે ૧૯૪૦ના આખરમાં, મહાત્મા ગાંધીજીએ, બહુ વાટ જોવરાવી જોવરાવીને આખરે જ્યારે સત્યાગ્રહનું આન્દોલન શરૂ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy