SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જ હિન્દ તેમને ફેજમાં જે દેખાતું હોય, અને તેઓ ભરતી થાય તે તે સદંતર વ્યાજબી જ છે. હિંદા માદરે વતન ! આ શબ્દોમાંથી કેટલી પ્રેરણા મળે છે. પરિષદમાં બધાં ય વક્તાઓને મેં પૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળ્યા. મારે તે આત્મા હલી ઊઠો હતો ! આઝાદી માટે હિંદે કેટલાં વલખાં માર્યા છે ! કેટલા પ્રયત્ન કર્યા છે. કેટલીવાર એને નિરાશાનું હળાહળ પીવું પડયું છેપણ એની ખૂબી તે એ છે કે એ બધાં હળાહળને એ જીરવી ગયું છે ! પરદેશી હકમતના દેઢ વરસ પછી પણ આઝાદીની એની ઝંખના નષ્ટ નથી થઈ ના, ઊલટાની વધી છે. વતનની આઝાદી માટે મથવું એ જ જેમને અપરાધ હતો એવા પિતાના હજારે સંતાનને દારિય અને દુઃખની ગર્તામાં ડૂબીને રીબાતાં એણે જોયાં છે. એક જ ધ્યેય માટે લડવું, એક જ દુઃખદાયક અંજામના અધિકારી બનવું, એક જ પ્રકારના અમાનુષી અત્યાચાર સહન કરવા અને એક જ અત્યાચારીને હાથે એ જ છે એ સૌનું દુર્ભાગ્ય! અને છતાં મરેલાંઓની રાખમાંથી જીવનારાંઓએ સદા નૂતન આતશ પ્રગટાવ્ય જ છે. જગે-આઝાદીને આતશ એ લેકેએ પેઢી-દરપેઢી જીવતાજાગતે અને ઝળહળતે જ રાખે છે. ઝૂઝવું અને ખતમ થવું, લડવું અને મરી ફીટવું અને ફરી ઊભા થઈને ફરી લડવું-અનંત ભાસતું આ ચક્ર ર્યા જ કરે છે. પરાજય સ્વીકારી લેવાને, વિજેતાઓના પગના શણગાર થઈને પડયા રહેવાનો અમે ઇન્કાર કર્યો છે. અજેય ખંતથી, આઝાદીની જ્વાળાને અમે જિગરમાં જંલતી જ રાખી છે ! વિજેતાઓએ અમને કારકુને અને કુલીઓ'ની પ્રજા બનાવી દેવાની કેશિશ કરી, અને છતાં સ્વાધીનતાની તાલાવેલીની અદમ્ય અગ્નિવાળા શમી નહિ ! દુષ્કાળ અને પૂર વરસે ને વરસે કાતિલ નિયમિતતાથી કરેડને ખતમ કરી રહ્યાં છે! અને છતાં એ તાલાવેલીને તણખે અમે સાચવ્યો છે, અને સાચવ્યું છે એટલું જ નહિ, પરંતુ અમારા સંતાનને એને વારસે આપી જવામાં પણ અમે ફાવ્યા છીએ. અનેક વાર એ તણખે આગના ભડકાનું સ્વરૂપ ધારણ કરીને તાંડવ મચાવી મૂકે છે. આજે ફરી એક વાર, એ દાવાનળ પ્રગટાવવા માટે, ભગવાન કાળપુરુષે અમને નેતર્યા છે. અમારી જાતને જીવતી મશાલ જેવી બનાવીને અમે એ દાવાનળ ચેતાવીશું! શાહીવાદરૂપી અધમ કારાગારને અમે એ દાવાનળની જવાળાઓમાં ઝીકી ઉઠશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy