SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જભૂકતી વાળા સાથોસાથ બ્રિટિશ હિંદી સૈન્યમાં ખળભળાટ શરૂ થાય, એવો કોઈ અવસા સાધીને જ ઉપાડે. પરિષદે જાપાન પાસેથી વિધિપૂર્વકની એક ખેળાધરીની માગણી કરી છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી હિંદ છૂટું પડે તે જ પળે, જાપાની સરકારે એની પ્રાદેશિક સલામતી અને એની સાર્વભૌમ સ્વાધીનતાના સિદ્ધાંતને આદર કરે. આઝાદ હિંદના તંત્રમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સીધી કે આડકતરી રાજકીય, આર્થિક કે લશ્કરી, નહિ ઊભી કરવામાં આવે એવી ખેાળાધરી આપવી. કઈ પણ હિંદી પ્રજાજનને શત્રુપક્ષના પરદેશી તરીકે નહિ લેખી શકાય કે નહિ કોઈ પણ હિંદી પ્રજાજનની મિલકતને શત્રુ-મિલકત ગણુને માલસા કરી શકાય. પરિષદ, હિંદી રાષ્ટ્રીય મહાસભાના ત્રિરંગી ધ્વજને પિતાના ધ્વજ તરક મંજૂર રાખે. આ ઉપરાંત, અમે એવી પણ વિનતિ કરી છે કે શ્રી. સુભાષ બેઝને પૂર્વ એશિયામાં આવવાની સગવડ કરી આપવામાં આવે કે જેથી હિંદી આઝાદીના આન્દોલનને એ પિતાની અંગત સરદારી નીચે દોરવણી આપી શકે. પી.ની ગણતરી છે કે મોટા ભાગના યુદ્ધકેદીઓ હવે આઝાદ હિંદ ફાજમાં અને હિંદ સ્વાતંત્ર્ય સંધમાં જોડાશે. નાગરિકે તે પેજમાં જોડાવા માટે થનગની રહ્યા છે અને જોડાવાની પરવાનગી પણ એમને મળી ગઈ છે. અમારા મહિલા-કાર્યકરોમાંથી પણ કેટલાક ફેજમાં ભરતી થવા માટે આતુર છે. પણ આગેવાને એમના આ વિચારની તરફેણમાં નથી. ચિટિશ લશકરના હિંદી સૈનિકે-યુદ્ધકેદીઓ કેજમાં જોડાય એ મને તો તક્ષ્મ વ્યાજબી લાગે છે. ભરતી થતી વખતે તેમણે જે વફાદારીના સેમદ લીધા છે તે વફાદારી તેમના મુક પ્રત્યેની જ હોઈ શકે. એટલે એ માણસે સ્વતંત્ર વિચારને અંતે મુલ્કની ખિદમતના પિતે લીધેલા સોગંદને પાળવાને અત્યારના સંયોગોમાં પિતાને સૂજે તે રસ્તે લે એ જ યોગ્ય છે. એમ કાભો મને અધિકાર પણ છે. વતનની સેવા માટેનું શ્રેષ્ઠ સાધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy