SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસરતાં પૂર ફેજ રંગૂનના ચાર્જમાં રહેશે–જનરલ લેકનાથનની સરદારી નીચે. ફોજના સનિકે શહેરની વ્યવસ્થા જાળવશે અને નાગરિકોના જાનમાલનું રક્ષણ કરશે. બ્રિટિશરે આવી પહોંચે ત્યારે તેમની સામે અમારે લડવાનું નથી. અમે જાણીએ છીએ કે રંગૂન હવે એક જાળ જેવું છે. પણ હિંદી આઝાદી પ્રાપ્ત કરવાની એકેએક શક્યતા હવે લૂપ્ત થઈ છે એ જોતાં મલાયા તરફ દોડી જવું એ હવે નકામું છે. અમે હવે વ્યવસ્થિત રીતે શરણાગતિ જ સ્વીકારી લઈશું. અમારે હિંદી સ્વાતંત્ર્ય સંધ હવે શ્રી. બહાદુરીના ચાર્જમાં છે. સંઘના એ ઉપપ્રમુખ છે. અમારી સરકારે પિતાની ઉપરનું એકેએક પાઈનું લેણું ચૂકવી દીધું છેબેંગકોક જતાં પહેલાં. અમારી બૅન્ક બ્રિટિશરોના આવ્યા પછી પણ કામકાજ ચાલુ જ રાખશે. આઝાદ બ્રહ્મદેશ સરકાર પાસે પિતાની ફેજના સિપાહીઓને છેલ્લા પગારે ચૂકવવા માટે નાણું નહેતા ! બેન્કે તેને પાંચ લાખ રૂપિયાની સખાવત આપી. સાથી રાજ્ય સાનફ્રાસિક ખાતે વિજયેત્સવ ઊજવી રહ્યા છે...રેમ સળગી રહ્યું છે અને શહેનશાહ નીરે સારંગી બજાવે છે...... ૨ ૪, ૧૯૪૫ ગઈ કાલે રંગૂન બ્રિટિશરોને શરણે થયું. પેગુ બીજીએ પડેલું. ટેન્ગ એક અઠવાડિયાં પહેલાં. પણ ફોજે રંગૂનમાં જે રીતે જાહેર વ્યવસ્થાનું સંરક્ષણ કર્યું એની તે દુશ્મનેને પણ તારીફ કરવી પડે. - અમે ચાર્જમાં હતા તે દરમ્યાન ચોરી કે લૂંટનો એક કહેતાં એક પણ કિસે નથી બન્યો. ૧૯૪રમાં બ્રિટિશરે રંગૂન ખાલી કરીને ચાલ્યા ગયેલા તે વખતે જે બનેલું તેના કરતાં તદ્દન ઊલટું! . ઈરાવદીમાં જાપાનીઓએ સુરંગે બીછાવી રાખી હતી. અને ધાર્યું હોત તે, રંગૂન ગલીએ ગલીએ અને મકાને મકાને દુશમને સામે એક ન મોરચે ઉભો કરી શકયું હોત. પણ નિશ્ચય થઈ ચૂક્યો હતો કે હવે સંપૂર્ણ શાંતિમયતાથી શરણુગતિ સ્વીકારી લેવી. હાલ તરતને માટે તે આપણું વહાણુ ખરાબે જ ચડયું છે. હવે જાપલાઓની પ્રતિષ્ઠાને ખાતર હિંદી જાનમાલને હેમવાને અર્થ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy