SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ અમારું નાણુંખાતું શી રીતે ચાલે છે તે એમણે અમારા એક બ્રાહ્મી પરોણાને સમજાવ્યું. સ્વેચ્છાદા દાને અને સભાઓમાં હાર વગેરેનાં જાહેર લીલામો–આ અમારી આવકનું મુખ્ય સાધન. પણ અમારું બધું ખર્ચ એમાંથી કયાંથી નીકળે ? અમારી કુલ જરૂરિયાત ૧૫ કરોડ રૂપિયાની છે. એટલે હકૂમતે આઝીએ હિંદીઓ ઉપર એક કરી નાખ્યો છે. એ કર, આવક કે સાલ દરમ્યાન થયેલ નફાને ધોરણે નથી ઉઘરાવાત. એ ઉધરાવવાની પદ્ધતિ આ પ્રમાણે છેઃ પહેલાં તે પ્રત્યેક હિંદીની કુલ મૂડી કેટલી એ નકકી કરવા માટે પ્રતિષ્ઠિત વેપારીઓની એક કમિટિ નીમવામાં આવી. પછી સરકારે નક્કી કર્યું કે, એ મૂડીને અમુક ભાગ-દશમોકર તરીકે વસૂલ કર. એ રકમ કેટલે હસ્તે ભરવામાં આવે તે કમિટિએ નક્કી કર્યું. સરકારની વતી નેશનલ બૅન્ક ઍફ આઝાદ હિંદમાં સૌ કોઈ આવીને એ હમા ભરી જાય. આ કર ફક્ત હિન્દીઓ પાસેથી જ ઉધરાવવામાં આવે છે. એવા બે નીકળ્યા, જેઓ પિતે બ્રહી છે, હિંદી નથી, એવું બહાનું કાઢીને કરમાંથી છટકી ગયા. એવા યે નીકળ્યા, જેમણે કરમાંથી છટકવા માટે અનેક સાચાખોટાં બહાનાં બતાવ્યાં. આમાંથી પહેલા વર્ગને માટે તે એક જ રસ્તો હતો. તેમને કરમાંથી મુક્તિ આપવામાં આવી-એક શરતે, ભવિષ્યમાં તેમનું સંરક્ષણ એ આઝાદ હિંદની સરકારની ચિંતાનો વિષય નહિ હોય. બીજા વર્ગને અપીલ કરવાની છૂટ હતી. અને બેટા હતા, તેમને લાંબે ગાળે પણ, નિયત થયેલ રકમ આપે જ છૂટકે થતું. આ પ્રમાણે બ્રહ્મદેશના હિંદીઓ પાસેથી આઠ કરોડની રકમ વસૂલ થશે એવો અંદાજ હતો. આમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયા તે વસલ પણ થઈ ગયા અને લગભગ ચાલીસેક લાખ જેટલે બીજે સામાન.. ? અમે પેટે પાટા બાંધીને ચલાવ્યું છે, પણુ જાપાનની કે બીજી કોઈ સરકાર પાસેથી કરજ લેવાને ઇનકાર કર્યો છે. અમે એક વાત સમજીએ છીએઃ આજે કરજ લેશું, તે આવતી કાલે દેશનું આર્થિક, સ્વાતંત્ર્ય જોખમમાં મુકાશે. એટલે, દસ્તા પાસેથી પણ અમે કરજ નથી લેતા. અમારું આખું યે નાણાપ્રકરણ એક જ મૂળગત સિદ્ધાંતના પાયા ઉપર અમે ચપ્યું છેઃ હિંદીઓ પિતાના પગ ઉપર જ ઊભા રહે. બહારનાઓ આપવા તૈયાર હેય...તે પણ તેઓ તેમને ઇનકાર કરે. આને પરિણામે જાપાનીઓ સાથેના અમારા વ્યવહા - ૧૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy