________________
ચલો દિલ્લી
પ્રેરક બળે છે એવા ભાડૂતી સિપાહીઓ અને આ સિદ્ધાંતનિષ્ઠ રવયંસેવકે વચ્ચે આટલે તફાવત કેમ ન હોય! કેજમાં શરાબી તે તમને શોધે ય નહિ
જડે. કેઈને એવા બનવાનું મન થાય તે એનું સ્થાન જ ફોજમાં ન રહે. ફેઓ એને આઘે જ ફગાવી દે. અહીં ફેજમાં સાચું પ્રજાશાસનતંત્ર છે. એક જ
ધ્યેયને વરેલ, એક જ જનેતાના બેટાઓ અહીં શિસ્તપાલન કરે છે. એટલા માટે નહિ કે અમલદારોનું દંપદ એથી પંપાળાય..ના, મુદ્દલ નહિ, પણ એટલા માટે કે સુસંગઠિત અને સુવ્યવસ્થિત કાર્ય માટે શિસ્તપાલન એમને અનિવાર્ય લાગે છે!
આજ સવારે મેં વડા મથકની મુલાકાત લીધી. તંદુરસ્તી અને સામાજિક સ્વાર્થ ખાતામાં હું જઈને ઊભી રહી. દા૦ મિસ છે. ત્યાં હતાં. સંઘે સામાજિક પુનર્ધટનાનું જે કામ હાથમાં લીધું છે. રાજકીય કાર્ય જેટલું જ અગત્યનું છે એ વાત એમણે મને ખૂબ ભારપૂર્વક સમજાવી. એણે કહ્યું: “સંધ જે આ ખાતું બંધ કરી દે, તે રોગ અને સંકટ વાટે, આપણી પ્રજા ઘણે અંશે ક્ષીણ થઈ જાય અને પરિણામે આપણું રાજકારણી કાર્યક્રમને જે પીઠબળ એના તરફથી મળી રહ્યું છે તેમાં પણ ઓછું થઈ જાય. મલાયા અને બ્રહ્મદેશના ગાઢમાં ગાઢ જંગલમાં અમે સેંકડે દાક્તને મોકલાવ્યા છે. અને અનેક વાર તે સ્થળેએ અમે રાહતકેન્દ્રો પણ ખેલ્યાં છે. દવાઓ અમે મત વહેંચીએ છીએ. અને જરૂર ઊભી થતાં વેંત મફત રસોડાં પણ ખાલીએ છીએ. કિવનાઈન અમે હજારે રતલ વહેંચ્યું છે. એકલા કૌલાલપુરના એક રાહત-કેન્દ્રને જ રોજ હજાર માણસ-પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત–લાભ ઉઠાવે છે. • મહિનાનું પણ લાખ ડોલરનું તે એનું ખર્ચ છે. બ્રહ્મદેશ અને મલાયામાં
અમારાં ઠેર ઠેર મફત દવાખાનાં ચાલે છે. આ ઉપરાંત હોસ્પિટલ અને આરામકેન્દ્રો તે જુદાં જ. કાલેવામાં અમે એક સ્વાસ્થ–મંદિર ચલાવીએ છીએ. એને લાભ હજારેએ લીધો છે. તાલૅન્ડમાં અમારી એક અદ્યતન ઢબની અને પ્રથમ પંક્તિની હોસ્પિટલ છે...હિંદીઓ માટે મફતમે હોસ્પિટલની તે જાપાનીઓ અને બ્રહ્મદેશવાસીઓ તારીફ કરે છે. દવાઓ અને વૈદકીય સરંજામની બાબતમાં અમે તંગી જ ભોગવતાં આવ્યા છીએ.... છતાં આ દિશામાં આટલું જબરદસ્ત કાર્ય અમે કરી શક્યા છીએ.”
જુલાઈ ૧, ૧૯૪૪ . આજે શ્રી. કે. અમારી સાથે ભાજન લેવા માટે આવ્યા હતા. એ અમારા એડિટર-જનરલ છે.
૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com