________________
ભારેલો અગ્નિ
રેશમી ૧, ૧૦ મારી આસપાસ, સર્વત્ર, હૃદયને હલમલાવી મૂકે એવી ઘટનાઓ ઘડાઈ રહી છે. એ બધીને નિયમિત રીતે આ નોંધપોથીનાં પાનાં ઉપર અંકિત કરવાને મેં નિશ્ચય કર્યો છે. નેધપોથી રાખવાને વિચાર તે મેં આ પહેલાં ઘણીયે વાર કર્યો છે, પરંતુ થોડો વખત એ શુભ સંકલ્પ પ્રમાણે કામ ચાલે અને પછી એ બધું ભૂલી જવાય.
મહાસત્તાઓને યુરોપીય સંગ્રામ બહુ દૂર લાગતા હતઃ હજાર માઈલ દૂર, અને મનથી તે લાખ માઈલ દૂર; પરંતુ હવે તે, એક જ ઝપાટે આ દૂર પૂર્વની પૃથ્વી એની જવાળાઓમાં ઝીંકાઈ ગઈ છે. બ્રિટનનું પ્રચંડ નૌકાદળ પ્રશાંતની અમારી સાગરૂપાટી ઉપરથી લગભગ અદશ્ય જ થઈ ગયું છે. પૂર્વની દુનિયા હવે એમના હાથમાંથી સરકતી જાય છે. બ્રિટનને સૂરજ કદી આથમતે જ નથી એમ કહેવાતું; હવે એને ઊગવા માટે પણ કોઈ સ્થાન નહિ રહે. લાગે છે કે હવે એ સદા આથમે જ રહેશે.
હવે બધાને ભાન થતું જાય છે કે બ્રિટિશ સામ્રાજ્ય એ કે અભેદ્ય વસ્તુ નથી. પરાજય અને અપમાન બ્રિટિશ સામ્રાજ્યના ધ્વજને પણ કલુષિત કરી શકે છે. ગયે વરસે, ૭મી ડિસેમ્બરે, જાપાનીઓએ પર્લ હારબર ઉપર પહેલે ઘા કર્યો. ૧૩મીએ ગુઆમ પડયું. રરમીએ વેઈક ટાપુઓ. ૨૫મીએ ગગ અને ૨જી જાનેવારીએ મનિલા. પેનાંગ તે ર૦મી ડિસેમ્બરથી જ જાપાનના હાથમાં છે. કલઈ-ઉદ્યોગનું મથક છહ ર૯ભી ડિસેમ્બરે પડેલું.
અજેય બ્રિટિશ શાહીવાદીઓ આજે ઉભી પૂછડીએ નાસી રહ્યા છે. હવાઈ જહાજોના મથકે અને બંદરે ઉપર આજે ભીડ જામી છે-એકબીજાને ગૂંગળાવી નાખે એવી ભીડ દુનિયા જેમને સિંહ જેવા સમજી બેઠી હતી એ પામરે આજે, ગભરાયેલ ઉદર જેમ આડુંઅવળું જોયા વગર નાસે, એમ નાસવા જ માંડયા છે. જાપાનીઓ એમની બરાબર પાછળ પડયા છે. અફવાઓ અને અત્યાચારની કહાણુઓ મારા કાનમાં પડી રહી છે. મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com