________________
લગ્ન, મહેર, તલાક અને ઈકાત.
[
8 ].
૮૬. લગ્નના હક પૂરા કરાવવાને દાવો.
સ્ત્રી, મહેરની રકમ તેના ધણી પાસેથી ઓછી લઈ શકે અગર માફ કરી શકે. મેહરના બે વિભાગ પાડવામાં આવ્યા છે. એક મજલ એટલે તરત લગ્નના સ્થળે આપવાની અને મવાજલ એટલે અમુક મુદત પછી આપવાની. તુરત મેહર આપવાની હોય અને ન આપી હોય તો તે ન મળે ત્યાં સુધી લગ્નના હક પૂરા કરવાની, ના કહી શકે, પરંતુ તે તકરાર ઉપસ્થિત થયા પહેલા ધણીએ એ સ્ત્રી સાથે સંભોગ કર્યો હોય તે પછી તે મેહરની રકમ ન મળવાનું બહાનું આગળ ધરી શકે નહિ. આવા કેસમાં સામાન્ય રીતે કોર્ટ મેહરની રકમ આપવાની શરતે લગ્નના હક પૂરા કરાવવાનું હુકમનામું કરી શકે. ૮૭. મેહરના વહેણાને બને.
મેહર આપ્યા સિવાય પણ ગુજરી જાય તે ગુજરનારની મિલ્કત ઉપર સ્ત્રીના મેહરના હેણાને પ્રથમ બેજો રહે છે. ૮૮. દાવાની મુદત
મેહરને દાવ લાવવાની મુદત, સ્ત્રી માગણી કરે. અને પુરૂષ ના પાડે ત્યારથી ત્રણ વર્ષ સુધીની છે.
તલાક ૮૯ તલાક કેણ આપી શકે?
સાવધ મનને, પુખ્ત ઉમરે પહોચેલ, કરારના કાયદા પ્રમાણે લાયક કંઈ પણ મુસલમાન કંઈ પણ કારણ જણાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com